વલસાડઃ સરૂના લાકડા ભરેલ ટેમ્પો ડુમલાવ ગામેથી મોટાપોઢા તરફ જઈ રહ્યો હતો, ત્યારે અંભેટી ગામે ખરેડા કોલક નદીના ચેકડેમે ઉપર ટેકરો નહીં ચડી શકતા વજનને કારણે ટેમ્પો મજૂરો સાથે રિવર્સ આવીને બ્રિજની નીચે પલટી ગયો હતો. જેમાં સવાર મજૂરો અને 4 વર્ષીય બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
લાકડાના જથ્થામાં 4 વર્ષીય બાળક દબાઈ જતા ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને 108ને જાણ કરતા તમામ નાનાપોઢા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં 4 વર્ષીય માસુમને છાતીના ભાગે ઈજાઓ પોહચતા તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય 4 મજૂરોને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે, ઘટના અંગેની જાણકારી મળતા જ અંભેટીના ગ્રામજનો અને જિલ્લા પંચાયત સભ્ય રતનબેન પટેલ સ્થળ ઉપર પહોંચી તમામ લોકોને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી.