વિશ્વભરમાં ઇમરજન્સી વર્કર્સમા હાલ "ટેટ્રિસ ચેલેન્જ" વાયરલ થઈ છે. જેમાં તેઓ તેમના વાહનની બહાર તમામ ઈકવિપમેન્ટ ગોઠવીને જમીન પર કોઈ એક્શન ફીગર્સનો પોઝ આપે છે. આ ચેલેન્જની શરૂઆત ઝ્યુરિક પોલીસે ડ્રોનથી તેમના બે પોલીસ જવાનોએ એક્શન ફીગર્સમા ગોઠવાયેલા હોવાની તસ્વીર ફેસબુક પર પોસ્ટ કર્યા પછી દુનિયાભરના ઇમરજન્સી વર્કર ટેટ્રિસ ચેલેન્જ માટે તૈયાર હોવાનું જણાવી તસવીરો વાયરલ કરતા ઈન્ટરનેટ પર છવાઈ રહ્યા છે.
વલસાડ 108ની ટીમે પણ કોઈ પણ ઇમરજન્સી પડકારને પહોંચી વળવા તૈયાર હોવાની ચેલેન્જ આપતી "ટેટ્રિસ ચેલેન્જ" ની તસ્વીર લીધી હતી.વલસાડ જિલ્લામા 108ની અલગ અલગ ટીમ કાર્યરત છે. તેમની ઇમરજન્સી કામગીરી હંમેશા પ્રશંસનીય રહી છે. વલસાડ 108 ની ટીમ તાલુકા સહિત જિલ્લામાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી અને મુશ્કેલ પડકારને પહોંચી વળવા ગમે તે ઘડીએ તૈયાર રહી છે.