ETV Bharat / state

પારડી ચંદ્રપુર લાઇફ સેવર ગ્રુપના તરવૈયાઓએ એક યુવતી માટે ખરેખર લાઈફ સેવર બન્યા - વલસાડ લેટેસ્ટ ન્યૂઝ

નવપરણિત યુગલ પાર નદીના જૂના પુલ પર ફરવા આવ્યું હતું. બાઈક પર બેસવા જતા યુવતીના પગ ભેરવાઈ જતાં તે નદીમાં ફંગોળાઈ હતી અને પાણીમાં ડૂબતી હતી, ત્યારે નદી કિનારે ઉભેલા અનેક લોકોએ બુમાબુમ કરતા ચન્દ્રપુર લાઇફ સેવર ગ્રુપના તરવૈયાઓ દોડી આવી તેને બચાવી લીધી હતી

Valsad News
પારડી ચંદ્રપુર લાઇફ સેવર ગ્રુપના તરવૈયાઓએ એક યુવતી માટે ખરેખર લાઈફ સેવર બન્યા
author img

By

Published : Dec 15, 2020, 11:22 AM IST

  • નવ પરિણીત દંપતી ફરવા આવ્યા હતા ત્યારે બની ઘટના
  • બાઈક ઉપર બેસવા જતા યુવતીનો પગ ભરાઈ જતા યુવતી નદીમાં ખાબકી
  • લાઇફ સેવર ગ્રુપના યુવાનોની સમય સૂચકતાથી યુવતીને નવજીવન મળ્યું

વલસાડઃ પારડીને અડીને આવેલી પાર નદી પર લગભગ સો વર્ષથી જુનો એક પુલ આવેલો છે. જે હાલ તો એક તરફથી ધોવાઈ ગયો હોવાથી ઉપયોગમાં નથી, પરંતુ સાંજના સમયે અતુલ સેકન્ડગેટ તરફથી આ પુલ ઉપર લોકો ચાલવા માટે કે સાલેહગાહ માટે તેનો ઉપયોગ કરે છે.

પાર નદીના જૂના પુલ ઉપર અતુલ તરફથી અનેક લોકો મોડી સાંજે વોકિંગ કરવા આવતા હોય છે

આ નદી ઉપર વરસો જૂનો એક નીચાણમાં આવેલો છે અને આ પુલ ઉપર સાંજના છેડે અનેક લોકો ફોટોગ્રાફી કરવા કરવા કે ફરવા માટે અહીં આવતા હોય છે. અહીં સુંદર અને રમણીય વાતાવરણ જોવા માટે આવતા અનેક લોકો અહીં જુનાબ્રિજ ઉપર બેસેલા જોવા મળે છે.

પારડી ચંદ્રપુર લાઇફ સેવર ગ્રુપના તરવૈયાઓએ એક યુવતી માટે ખરેખર લાઈફ સેવર બન્યા

નવયુગલ દંપતી પણ અહીં ફરવા માટે આવ્યું હતું

આ પુલ ઉપર દિવસ દરમિયાન અનેક લોકો સેલ્ફી અને ફોટોગ્રાફી માટે પણ આવે છે એવી જ રીતે પાર નદીના પુલ ઉપર મગોદ ડુંગરીનું એક નવ પરિણિત યુગલ પણ ફરવા માટે આવ્યું હતું.

જૂના બ્રીજ ઉપર બાઈક પાર્ક કરી તેના ઉપર બેસવા જતી યુવતીનો પગ ભરાઈ જતા યુવતી ફંગોળાઈને બ્રિજ પરથી નદીના પાણીમાં પડી હતી

પુલ ઉપર બાઈક પાર્ક કરેલી હતી. યુવતી બાઈક પર બેસવા જતા કોઈક કારણોસર તેના પગરખા ભેરવાઇ જતા તે બેલેન્સ ગુમાવી સીધી નદીમાં ફંગોળાઈ ગઈ હતી. આ જોઇને યુવક હેબતાઈ ગયો હતો અને બૂમાબૂમ કરી હતી.

પારડીના ચંદ્રપુર ના લાઇફ સેવર ગ્રુપના તરવૈયાઓ સ્થળ પર પહોંચીને યુવતીને નવજીવન આપ્યું હતું

પારડી ચંદ્રપુર ખાતે રહેતા માંગેલા લાઈવ સેવર ટ્રસ્ટના તરવૈયાઓને જાણ થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદ્ નસીબે પુલ ઉપરથી પડી જનારી યુવતીને માછલી પકડવા માટે નંખાયેલા લંગરનું તંગુશ હાથ લાગી જતા તે પકડીને પાણીમાં લટકી રહી હતી. ચંદ્રપુરના તરવૈયાઓએ તરત તેને હોડીમાં બેસાડીને કિનારે લઇ આવ્યા હતા. કિનારે આવતા યુવતી ભાવુક થઈ રડી પડી હતી અને રડતા રડતા સૌનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.