ડો. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે આ પ્રદર્શનમાં ડો. વિક્રમ સારાભાઈનો એક વિશેષ સ્ટોલ મુકવામાં આવ્યો હતો. SVS કક્ષાના પ્રદર્શનમાં ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે આવેલી હાઈસ્કૂલમાં આ પ્રદર્શન યોજાયું હતું
જેમાં તાજેતરમાં જ સમગ્ર વિશ્વની નજર જેના ઉપર હતીએ ચન્દ્રયાન 2ની અનોખી કૃતિ ધરમપુર નગરપાલિકામાં આવેલી સ્કૂલ દ્વારા રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું . આ કૃતિ બનાવવામાં કુલ 2000 જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં ચન્દ્રયાને લગતી સૂક્ષ્મ માહિતી કૃતિ સાથે રજૂ કરવામાં આવી હતી.
જિલ્લાની 5 જેટલી સ્કૂલોમાં પારનેરા, વાઘછીપા, માંડવા, નાની વાહિયાળ અને ડુંગરા ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લાગતું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.