વલસાડઃ સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે ખેપિયાઓ અનેક પ્રકારની તરકીબો અપનાવતા હોય છે, પરંતુ પારડી પોલીસ કડક બનતા હવે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી એટલે કે, સેલવાસમાંથી દારૂની ખેપ મારવામાં આવતી હોવાનું બહાર આવી રહ્યું છે.
ગઇકાલના રોજ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને મળેલી બાતમીના આધારે પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પારડીના કુંભારિયા ગામે સાઈબાબાના મંદિર નજીક એક BMW કાર નંબર એમ.એચ 01 AL 1422 કારમાં 34 જેટલા પુંઠાના બોક્સની આડમાં ભરીને લઈ જવાઈ રહેલા 2 લાખ 11,200ની કિંમતનો દારૂ સાથે પ્રિતેશ ઉર્ફે કાળુ મણિલાલ પટેલની પોલીસે ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, દમણથી અગાઉ સુરત સુધી દારૂનો વેપલો કરતા હતા, પરંતુ હવે દમણથી દારૂનો ગુજરાતમાં ગોટાળો ખૂબ કઠિન બન્યો હોય, ત્યારે ગ્રામીણ કક્ષાએથી દાદરા અને નગર હવેલી પહોંચવા માટે સીધી સરળતા રહે છે. તે માટે જ હવે ખેપિયાઓ દ્વારા દાદરા અને નગર હવેલી વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસે આ બાબતે ગુનો નોધી મોંઘીદાટ BMW કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.