ગાંધીજીની ધરપકડ બાદ અબ્બાસ સાહેબે 12 મે 1930ના રોજ પોતાના ૫૯ જેટલા અનુયાયીઓ સાથે ધરાસણા માટે કૂચ કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે અબ્બાસ સાહેબની પણ ધરપકડ કરી દેતા મીઠાના સત્યાગ્રહને ચાલુ રાખવા કવિયત્રી સરોજિની નાયડુએ સેંકડો સત્યાગ્રહીની સાથે ધરાસણામાં પહોંચ્યાં હતા. આમ, એક અહિંસક આંદોલન કર્યુ હતું. જો કે, અંગ્રેજ સરકારના સૈનિકોએ આ તમામની ઉપર અમાનુષી અત્યાચાર કરતાં કેટલાક લોકો તેમાં ઘાયલ થયા હતા. આ સમગ્ર બાબતથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેની યાદમાં હાલ વલસાડના ધરાસણા ખાતે એક સ્મારક બનાવવામાં આવ્યું છે. સ્વર્ગીય મોરારજી દેસાઈના સમયે બનેલું આ સ્મારક આજે પણ ત્યાં ઊભું છે, પરંતુ તેની અંદર મુકવામાં આવેલી કેટલીક ચીજ-વસ્તુઓ જેવી કે રેંટિયો તેમજ કેટલાક ફોટાઓ તૂટી ગયા છે અને માળા પર કરવામાં આવેલું રંગ કામ ગુણવત્તાવિહીન જોવા મળી રહી છે.
ગાંધી@150: વલસાડના ધરાસણાની મીઠાકૂચ પહેલા ગાંધીજીની ધરપકડ થઈ હતી
વલસાડઃ સમગ્ર વિશ્વ જ્યારે ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે વલસાડથી 10 કિલોમીટર દૂર ધરાસણા ગામે મીઠાના અગર આવેલા છે. વર્ષો પહેલા જ્યારે અંગ્રેજ સરકાર ભારત પર રાજ કરી રહી હતી, ત્યારે 1930માં અંગ્રેજ સરકારે મીઠા પર કર લાગ્યો હતો જેનો વિરોધ કરતાં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી. જો કે, ઘણા લોકોને ખબર નહીં હોય કે નવસારી બાદ ગાંધીજી આ યાત્રાને વલસાડના ધરાસણા ખાતે લઈને આવનાર હતા, પરંતુ તે વલસાડ પહોંચે તે પહેલા જ અંગ્રેજ સરકારના સૈનિકોએ તેમની ધરપકડ કરી હતી.
ગાંધીજીની ધરપકડ બાદ અબ્બાસ સાહેબે 12 મે 1930ના રોજ પોતાના ૫૯ જેટલા અનુયાયીઓ સાથે ધરાસણા માટે કૂચ કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે અબ્બાસ સાહેબની પણ ધરપકડ કરી દેતા મીઠાના સત્યાગ્રહને ચાલુ રાખવા કવિયત્રી સરોજિની નાયડુએ સેંકડો સત્યાગ્રહીની સાથે ધરાસણામાં પહોંચ્યાં હતા. આમ, એક અહિંસક આંદોલન કર્યુ હતું. જો કે, અંગ્રેજ સરકારના સૈનિકોએ આ તમામની ઉપર અમાનુષી અત્યાચાર કરતાં કેટલાક લોકો તેમાં ઘાયલ થયા હતા. આ સમગ્ર બાબતથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેની યાદમાં હાલ વલસાડના ધરાસણા ખાતે એક સ્મારક બનાવવામાં આવ્યું છે. સ્વર્ગીય મોરારજી દેસાઈના સમયે બનેલું આ સ્મારક આજે પણ ત્યાં ઊભું છે, પરંતુ તેની અંદર મુકવામાં આવેલી કેટલીક ચીજ-વસ્તુઓ જેવી કે રેંટિયો તેમજ કેટલાક ફોટાઓ તૂટી ગયા છે અને માળા પર કરવામાં આવેલું રંગ કામ ગુણવત્તાવિહીન જોવા મળી રહી છે.
Body:વલસાડ શહેરથી અંદાજીત 10 કિલોમીટર દૂર આવેલા ધરાસણા ગામે દરિયા કિનારો છે તેમજ અહીં મીઠાના અગર આવેલા છે વર્ષો પહેલા જ્યારે અંગ્રેજ સરકારનું ભારત ઉપર હુકુમત હતી ત્યારે 1930માં અંગ્રેજ સરકારે મીઠા પર કર લાગ્યો હતો જેનો વિરોધ કરતાં મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી અને તેનો વિરોધ દર્શાવ્યો હતો જોકે ઘણા લોકોને ખબર નહીં હોય કે નવસારી બાદ ગાંધીજી આ યાત્રાને વલસાડના ધરાસણા ખાતે લઈને આવનાર હતા પરંતુ તે વલસાડ પહોંચે તે પહેલા જ અંગ્રેજ સરકારના સૈનિકોએ તેમની ધરપકડ કરી હતી તેમ છતાં આ સત્યાગ્રહ રેલીને અબ્બાસ સાહેબે તારીખ 12 5 1930 ના રોજ તેમના ૫૯ જેટલા અનુયાયીઓ સાથે ધરાસણા માટે કૂચ કરી હતી જો કેન્દ્ર સરકારે તેમની પણ ધરપકડ કર્યા બાદ ફરીથી તરત જ ધરાસણાના તમામ મીઠાના અગરો ઉપર કબજો લેવા માટે અંગ્રેજ સરકારે સૈનિકો ખડક્યા હતા પરંતુ મીઠાના સત્યાગ્રહ ને ચાલુ રાખતા તે સમયે કવિયત્રી સરોજિની નાયડુ ના નેતૃત્વમાં સેંકડોની સંખ્યામાં સત્યાગ્રહીઓ ધરાસણા ખાતે ઉમટી પડ્યા હતા અને અહિંસક આંદોલન કર્યુ હતું જોકે અંગ્રેજ સરકારના સૈનિકોએ આ તમામની ઉપર અમાનુષી અત્યાચાર કરતાં કેટલાક લોકો તેમાં ઘાયલ પણ થયા હતા અને આ સમગ્ર બાબત તે સમયે સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેની યાદમાં હાલ વલસાડના ધરાસણા ખાતે એક સ્મારક બનાવવામાં આવ્યું છે સ્વર્ગીય મોરારજી દેસાઈ ના સમયે બનેલું આ સ્મારક આજે પણ ત્યાં ઊભું છે પરંતુ તેની અંદર મુકવામાં આવેલી કેટલીક ચીજવસ્તુઓ જેવી કે રેંટિયો તેમજ કેટલાક ફોટાઓ તૂટી ચૂક્યા છે મારા પર કરવામાં આવેલું રંગરોગાન નું કામગીરી પણ ગુણવત્તા વિહિન જોવા મળી રહી છે
Conclusion:ધરાસણા ખાતે રહેતા મોહનભાઈ માસ્તરના શિક્ષકે etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે જ્યારે સત્યાગ્રહ થયો ત્યારે તેઓ લગભગ ચારથી પાંચ વર્ષના હતા પરંતુ તેમને ધ્યાન છે કે સેંકડોની સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા માત્ર એક જ ગામ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકો આ સત્યાગ્રહમાં જોડાયા હતા તેમણે કહ્યું કે તે સમયે સ્થિતિ એવી હતી કે અંગ્રેજ સરકારના સૈનિકો જોહુકમી હતા તેઓ જે ધારે તે કરતા હતા અને તે સમયે સરોજિની નાયડુ ના નેતૃત્વમાં યોજાયેલ આ સત્યાગ્રહ રેલીમાં પણ સૈનિકોએ લાઠીચાર્જ કર્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા
બાઈટ 1 મોહન ભાઈ સ્થાનિક અગ્રણી