વલસાડ: વલસાડ નજીક આવેલા એક ગામમાં નરાધમ પિતા દ્વારા જ સાવકી પુત્રી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ સગીરા તેની માતા સાથે લગ્ન સિઝનમાં રસોડામાં મજૂરી કામ માટે જતી હતી જ્યારે તેનો પિતા માછીમારી કરવા જતો હતો.
સગીરાને તેની સાથે જ મજૂરીકામ કરતા એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાની વાતને લઇને તેણે તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી.
આ ઘટના બાદ પિતાએ સગીરા પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને તેને માર મારી તેને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આથી વલસાડ રૂરલ પોલીસ મથકમાં સગીરાએ પોતાના પિતાએ તેના ઉપર નજર બગાડી હોવાની અરજી કરી હતી.
જેને ધ્યાનમાં લઇ પોલીસે સમગ્ર મામલાની સઘન તપાસ હાથ ધરતા હકીકત બહાર આવી હતી અને નરાધમ પિતાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.