વલસાડઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2020ની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનું પરિણામ 58.52 ટકા રહ્યું હતું. મહત્વનું છે કે, જિલ્લાની 3 શાળાનું પરિણામ 0% આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે ખુબ શરમજનક બાબત કહી શકાય. આ ત્રણ શાળાઓમાં આદર્શ માધ્યમિક શાળા મોતીવાડા પારડી, ગવર્મેન્ટ સેકન્ડરિ સ્કૂલ મોટી કોરવળ ધરમપુર, અને આર એમ દેસાઈ મૂક બધિર વિદ્યાલય કરાયા, જો કે આર એમ દેસાઈ મુક બધિર વિદ્યાલયમાંથી 6 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જેથી હાઈસ્કુલનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે.
બીજી તરફ જિલ્લાની 11 સ્કૂલો એવી છે કે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. આ અગિયાર સ્કૂલોમાં સેન્ટ જોસેફ ઇંગલિશ મીડિયમ સ્કૂલ કરવડ વાપી, ભાસ્કરધયુતિ વિદ્યાલય પારડી, શેઠ આર.જે.જે હાઈસ્કુલ ઇંગ્લીશ મીડિયમ વલસાડ, શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી સ્કૂલ સલવાવ વાપી, નેશનલ ઈંગ્લીશ સ્કૂલ વલસાડ, કુસુમ વિદ્યાલય ગુજરાતી અને ઇંગ્લીશ મીડિયમ, ઉપાસના લાયન્સ ઇંગ્લીશ મીડિયમ સ્કુલ, આનંદ નિકેતન એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, આદર્શ નિવાસી શાળા ઉમરગામ અને શ્રી મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલય આ શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યુ છે.
આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, સમયાંતરે તમામ સ્કૂલોનું પરિણામ સુધારી શકાય તે માટે વિવિધ કાર્યક્રમો બેઠકો અને મુલાકાતો પણ કરવામાં આવી છે, પરંતુ કેટલીક સ્કૂલોમાં હજુ પણ પરિણામ 0% આવી રહ્યુ છે. આગામી દિવસોમાં પણ પરિણામ સુધારવા માટે તેઓ દ્વારા કામગીરી કરવામાં આવશે.