વલસાડ : માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓના પેપરોનું મૂલ્યાંકન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે તે જિલ્લામાં કેન્દ્ર બનાવીને શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના જેવી વૈશ્વિક મહામારીનો પ્રકોપ વધતાં કેટલાક જિલ્લાઓમાં જે સ્થળ ઉપર મૂલ્યાંકન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા, એ જ સ્થળોના વિસ્તારમાં બફર ઝોન કે કંટેનમેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યો છે.
ત્યારે આવા તમામ કેન્દ્રોની ઉત્તરવહીઓની તપાસણી માટે અન્ય જિલ્લાઓમાં આવી ઉત્તરવહીઓ તપાસવાની મોકલવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. વલસાડ જિલ્લામાં અન્ય જિલ્લાની ઉત્તરવહીઓ પણ ચકાસણી માટે મોકલવામાં આવી છે. મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં અને સ્થળ ઉપર મૂલ્યાંકન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. ત્યાં આગળ આ તમામ ઉત્તરવહીની ચકાસણી ચાલી રહી છે.
વલસાડ શહેરમાં આવા બાઈ હાઇસ્કુલ ખાતે પણ એક મૂલ્યાંકન કેન્દ્ર ચાલી રહ્યું છે. જ્યાં આગળ કોરોનાને લઈને lockdown હોવાથી સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ રાખીને દરેક શિક્ષકો ઉત્તરવહીની ચકાસણી કરી રહ્યાં છે.
વલસાડ શહેરમાં સાયકોલોજી અને સોશ્યોલોજીના પેપરો ચકાસણી માટે લાવવામાં આવ્યા છે. તેની પચાસ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. હાલમાં કોરોના જે વિશ્વવ્યાપી ચાલી રહ્યો છે ત્યારે શિક્ષકો દ્વારા પણ કરવામાં આવી રહેલી આ કામગીરી ખૂબ જ દાદ માંગી લે એમ છે.
મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં ડુંગરી ખાતે પણ એક મૂલ્યાંકન સેન્ટર પેપર તપાસવા માટેનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસ પહેલા ડુંગરીના એક હોમગાર્ડ યુવકને કોરોના પોઝિટિવ આવતા જ આ સેન્ટરને તાત્કાલિક ક્યાંથી બદલી ઝુઝવા ખાતે તબદીલ કરવામાં આવ્યું છે.