ETV Bharat / state

વલસાડમાં રમત-ગમત પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ધ્વજવંદન કર્યુ - ઈશ્વર પટેલ

વલસાડમાં 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પ્રજાસત્તાક પર્વ ઉપક્રમે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત, વિરલ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે જ જવાનોની પરેડ પણ યોજાઈ હતી.

ધ્વજવંદન
ધ્વજવંદન
author img

By

Published : Jan 26, 2021, 1:31 PM IST

  • રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ધ્વજ વંદન કર્યુ
  • પોલીસ હોમગાર્ડ RPF સહિત અનેક વિભાગનાં જવાનો જોડાયા
  • સન્માન પત્ર આપીને વિરલ વ્યક્તિત્વનું સન્માન કરાયું

વલસાડ: જિલ્લામાં આજે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાતનાં રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી વલસાડનાં મોગરાવાડી ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લાની વિકાસગાથા અંગે તેમજ દેશને આઝાદ કરવા માટે બલિદાન આપનારા શહિદોને યાદ કરવામાં આવ્યા હતા.

ધ્વજવંદન
ધ્વજવંદન

વૈજ્ઞાનિકોએ મહામારીમાં પણ આત્મનિર્ભર બનીને એક અનોખી રાહ ચીંધી

ગુજરાત રાજ્ય રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન કર્યુ હતું. ત્યાર બાદ પ્રજાસત્તાક પર્વ ઉપક્રમે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે, સમગ્ર ભારતની પ્રજાએ કોરોના જેવી મહામારીને પડકાર સ્વરૂપે લીધી અને દરેક લોકોએ ખભાથી ખભો મેળવી આગળ વધ્યા છે. તો સાથે જ ભારત દેશના અનેક વૈજ્ઞાનિકોએ વિશ્વનાં દરેક દેશોને કોરોના જેવી મહામારીમાં પણ આત્મનિર્ભર બનીને એક અનોખી રાહ ચીંધી છે.

ધ્વજવંદન
ધ્વજવંદન
RPF સહિતના જવાનો પરેડમાં જોડાયા

વલસાડ મોગરવાડીમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાતનાં રમત-ગમત અને સહકાર પ્રધાન ઈશ્વર સિંહની ઉપસ્થિતમાં આજે ધ્વજ વંદન બાદ પરેડ માર્ચ પાસ્ટ દ્વારા સલામી અપાઈ હતી. જેમાં પોલીસ હોમગાર્ડ RPF સહિત અનેક વિભાગનાં જવાનો જોડાયા હતા.

ધ્વજવંદન
ધ્વજવંદન

વિરલ વ્યક્તિઓનું કરાયું સન્માન

72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે આજે વલસાડ ખાતે શૈક્ષણિક આરોગ્ય તેમજ વહીવટી તંત્રમાં કામગીરી કરનાર અનેક વિરલ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ મેડિકલ એમ્બ્યુલન્સ EMT તરીકે ફરજ બજાવતા સૌથી વધુ લોકોનો જીવ બચાવનાર અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તો સાથે જ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ તેમજ શિક્ષણ વિભાગમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિરલ વ્યક્તિત્વનું સન્માન પત્ર આપીને સન્માન કરાયું હતું.

ધ્વજવંદન
વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમ દરમિયાન આજે વલસાડ જિલ્લા કલેકટર આર રાવલ, રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વર પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, સાંસદ ડો.કે સી પટેલ સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.