- માલનપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રિમિલિટ્રી ટ્રેનિંગના વિદ્યાર્થીનો સ્પોર્ટ્સ ડે યોજાયો
- ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ખાસ હાજરી આપી
- કાર્યક્રમ દરમ્યાન અનેક સ્પર્ધાનું આયોજન કરાયું
- વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ
વલસાડ: ધરમપુરના માલનપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર શરૂ કરવામાં આવેલી પ્રિમિલિટ્રી ટ્રેનિંગ એકેડમી દ્વારા 182 તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ગાંધી જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ અને સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન દોડ, લાંબી કુદ, કોથળા કૂદ સહિત અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
ધરમપુર ખાતે પ્રિમિલિટ્રી ટ્રેનિંગના વિદ્યાર્થીનું પ્રશિક્ષણ પૂર્ણ થતાં સ્પોર્ટ્સ ડે યોજાયો ધરમપુરમાં સ્વ.દિનકરભાઈ દ્વારા સ્થાનિક યુવાનોને આર્મીમાં સૈનિકો તરીકે નોકરી મળે એવા હેતુથી પ્રિમિલિટ્રી ટ્રેનિંગ એકેડમી શરૂ કરવામાં આવી હતી. તેમના અવસાન બાદ નિવૃત સૈનિક શંકરભાઇ ગવળી અને ગિવિંદભાઈ દીપકભાઈ દ્વારા તેને ફરીથી શરૂ કરી છે. જેમાં 10 અઠવાડિયા બાદ 182 યુવકો અને 47 યુવતીઓને શારીરીક પ્રશિક્ષણ આપી પગભર કરવામાં આવ્યા છે. જેથી આગામી દિવસમાં મિલેટરી પેરામિલેટરી ફોર્સમાં તેમનું પ્રશિક્ષણ પૂર્ણ થતાં સ્પોર્ટ્સ ડે અને ગાંધી જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 500 મીટર દોડ, લાંબો કૂદકો, રિલેદોડ, કોથળા કૂદ, સંગીત ખુરશી ,જેવી અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ સાંઈનાથ હોસ્પિટલના ડૉ. ડી.સી પટેલ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રોફેસર આશાબેન ગોહિલ તેમજ ધરમપુરના ધારાશાસ્ત્રી હાર્દિકભાઈ પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજાયેલી વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ યુવક અને યુવતીઓને મહાનુભવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાંથી સૈનિકમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવક-યુવતીઓ માટે ધરમપુરમાં સ્વર્ગીય દિનકરભાઇ દ્વારા પ્રથમ પ્રિમિલિટ્રી ટ્રેનિંગ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેમના અવસાન બાદ આ મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ 200થી વધુ પ્રશિક્ષાર્થીઓ નિઃશુલ્ક પણે પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.