ETV Bharat / state

દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું, જે શિયાળામાં છે આરોગ્યવર્ધક

શિયાળાની ગાત્રો ધ્રુજાવી દે એવી ઠંડીમાં ગરમા-ગરમ વાનગી પીરસવામાં આવે અને એમાં પણ તીખી તસતસતી વાનગી હોય તો કોને મજા ન પડે. દક્ષિણ ગુજરાતમાં હાઈવે ઉપર અનેક કષ્ટો લગાવી માટલું ઊંધું વાળીને બનાવવામાં આવતી ઊંબાડિયાની વાનગી આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. માટીના માટલાને ઊંધું કરી બનાવવામાં આવતી આ વાનગી ઉંબળીયા નામે ઓળખાય છે. જેમાં આયુર્વેદની દ્રષ્ટિએ બે આયુર્વેદિક ઔષધિ ગુણો ધરાવતી ઔષધિ પણ ઉપયોગમાં લેવાય છે. જેથી તે શિયાળામાં આરોગ્ય વર્ધક તો છે જ સાથે સાથે ચટાકેદાર પણ છે.

ubadiyu
દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું
author img

By

Published : Dec 2, 2020, 6:18 PM IST

  • માટીનું માટલું ઊંધું મૂકી આગ લગાવી વરાળમાં પકવાય છે આ વાનગી
  • તેલ વિના માત્ર વરાળથી બનાવવામાં આવતું ઊંબાડિયું આરોગ્યવર્ધક
  • દક્ષિણ ગુજરાતમાં શિયાળો શરૂ થતાં હાઇવે ઉપર લાગે છે સ્ટોલ

વલસાડ : જિલ્લામાં શિયાળો શરૂ થતાંની સાથે જ નેશનલ હાઇવે નંબર 48 સુપર વલસાડ ડુંગરીથી શરૂ થઈને છેક ઉદવાડા વાપી સુધી ઊંબાડિયું બનાવીને વેચનારાઓના સ્ટોલ લાગે છે. તીખું તમતમતું અને ગરમાગરમ ઊંબાડિયું ખાવા મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ઉમટી પડે છે.

દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું, જે શિયાળામાં છે આરોગ્યવર્ધક
ઊંબાડિયું બનાવવા કયા શાકભાજીનો થાય છે ઉપયોગ

દક્ષિણ ગુજરાતની તીખી મસાલેદાર વાનગી એટલે કે, ઊંબાડિયું બનાવવા માટે લીલા લસણ, લીલા મરચાં, લીલી હળદર, અજમો, જીરુ, રતાળુ કંદ, શક્કરિયા, અને બટાટાને વચ્ચેથી કાપીને આ તમામની ચટણી બનાવી તેની અંદર ભરવામાં આવે છે. તે બાદ આ સમગ્ર વસ્તુઓ માટીના માટલામાં ભરવામાં આવે છે.

ubadiyu
દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું
ubadiyu
દક્ષિણ ગુજરાતની ચટાકેદાર વાનગી એટલે ગરમા-ગરમ ઊંબાડિયું
બે પ્રકારની ઔષધિ કલાર અને કંબોઈનો વિશેષ ઉપયોગ ચટણી અને મસાલા સાથે તમામ ચીજવસ્તુઓ ભરીને માટીના માટલાની અંદર મૂકવામાં આવે છે. તો સાથે સાથે બે ઔષધિઓ પણ આ માટલામાં મૂકીને ઉપરથી આ માટલાનું મોઢું બંધ કરી દેવામાં આવે છે. જે બાદ આ માટલું ઊંધું મૂકી તેની આસપાસમાં લાકડા અને કચરો સળગાવવામાં આવે છે. તીખી મસાલેદાર ચટણી, બટેટા, રતાળુ તેમજ વાલોર પાપડી આ તમામ વસ્તુઓ માટલામાં ભર્યા બાદ તેની આસપાસ કચરો સળગાવતા માટલાની અંદર ઉત્પન્ન થતી ગરમીને કારણે વરાળને લીધે તમામ વસ્તુઓ બફાઈ જતી હોય છે. માટલાની અંદર રાખવામાં આવેલી વિશેષ ઔષધી કલાર દ્વારા તેમાં એક વિશેષ સોડમ ભળે છે. માટલું ખોલતાંની સાથે જ આસપાસના કેટલાંક મીટર સુધી તેની સુગંધ આપમેળે જ કહી જાય છે કે, અહીં આગળ ઊંબાડિયું બનાવવામાં આવ્યું છે.

ઊંબાડિયામાં ઉપયોગમાં આવતી ઔષધી આયુર્વેદમાં વાયુ મટાડનાર દક્ષિણ ગુજરાતની આ ખાસ ચટાકેદાર વાનગીમાં ઉપયોગમાં આવતી બે ઔષધિ વનસ્પતિઓ આયુર્વેદમાં વિશેષ પ્રકારે તેનું મહત્વ છે. આ બંને ઔષધિ મનુષ્યના પેટમાં વાયુ રોગ મટાડનાર છે. એટલે કે, એક તરફ જ્યાં ઊંબાડિયુંની અંદર શક્કરિયા અને વાલોર પાપડી વાયુ કારક છે. ત્યાં અજમો, કલાર અને કંબોઈ વાયુ નાશક છે. દક્ષિણ ગુજરાતની આ ચટાકેદાર વાનગી ખાવામાં તો લહેજતદાર છે જ સાથે સાથે આયુર્વેદની દ્રષ્ટિએ તે શિયાળામાં ગુણકારી પણ હોવાનું જણાઈ આવે છે. દક્ષિણ ગુજરાતના લોકો માટે શિયાળામાં આ ચટાકેદાર વાનગીનો સ્વાદ લેવો જ રહ્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.