ETV Bharat / state

કપરાડામાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉડ્યા લિરે લિરા - કપરાડા ન્યુઝ

વલસાડના કપરાડામાં સસ્તા અનાજની દુકાનમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને દુકાનદાર દ્વારા સોશિયલ ડિસ્ટેંન્સિંગ પણ રાખવામાં આવ્યું નહતુ.

સસ્તા અનાજની દુકાનદાર દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગના ઉડ્યા લિરે લિરા

author img

By

Published : Apr 2, 2020, 12:15 AM IST

વલસાડ: જિલ્લામાં કોરોનાને લઈ દરેક સ્થળે સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાનું સસ્તા અનાજની દુકાનદારોને જણાવવામાં આવ્યું છે. છતાં કપરાડામાં આજે પ્રથમ દિવસે જાણે ખુદ દુકાનદારોએ જ આ કડક નિયમોને નેવે મૂકી કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ રેશનકાર્ડની દુકાનમાં અનાજ લેવા લોકોના ઘાડેધાડા ઉમટી પડ્યા હતા.

આજે 1 એપ્રિલથી ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન વચ્ચે લોકોની ફિકર કરતા દરેક પરિવારને અનાજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમા અંત્યોદય યોજના હેઠળ ઘઉં, ચોખા, દાળ, ખાંડ, તેલ જેવી જરૂરી કરીયાણું મફતમાં આપવાની જાહેરાતને પગલે વલસાડ જિલ્લાના કપરાડા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

જોકે કલેકટરે પુરવઠા વિભાગ દ્વારા પરિપત્રમાં દરેક દુકાનદારને કોરોનાની ગંભીરતાને લઇને રેશન લેવા આવનારા ગ્રાહકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવા સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કપરાડામાં જાણે સસ્તા અનાજની દુકાનદાર કોરોના જેવી બીમારીને સામેથી આમંત્રણ આપી રહ્યા હોય એમ ફલિત થઈ રહ્યું છે.

કલેકટરના જાહેરનામામાં પણ દુકાનદારે દુકાન બહાર એક મીટર દૂર દરેક ગ્રાહકને સર્કલ બનાવીને ઉભા રાખવાનો ઉલ્લેખ છે પણ અહીં કપરાડામાં આવા કોઈ નિયમ જાણે લાગુ પડતા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.