ETV Bharat / state

વલસાડમાં અંગદાન જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

વલસાડ: દર વર્ષે 27 નવેમ્બરે ભારતમાં ઓર્ગેન ડોનેશન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં દર વર્ષે જરૂરિયાત મંદ લોકોને ઓર્ગેન ન મળવાથી 10 હજાર લોકોના મોત થાય છે. લોકોમાં ફેલાયેલી ઓર્ગેન ડોનેશનની કેટલીક ગેરમાન્યતાઓ અને જરૂરી માહિતી તેમજ જાગૃતતા લાવવા વલસાડ ઉમિયા સોશિયલ ગૃપ દ્વારા રવિવારે વલસાડમાં જાગૃતતા સેમિનાર યોજાયો હતો. જેમાં સુરતના જાણીતા ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશભાઈએ માહિતી આપી હતી.

અંગ દાન અંગે સેમિનાર યોજાયો
author img

By

Published : Nov 24, 2019, 11:56 PM IST

વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલમાં રવિવારે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ તેમજ અન્ય 7 જેટલી સંસ્થાના સહયોગથી ઓર્ગેન ડોનેશન અંગે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવતા જીવ રક્તદાન અને મોત બાદ અંગ દાન અંગેની જાગૃતતા લોકોમાં લાવવા તેમજ લોકોમાં ફેલાઈ રહેલી ગેર માન્યતાઓ દૂર કરવા માટેની માહિતી સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલવાલએ આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય વક્તા વલસાડ રક્તદાન કેન્દ્રના યઝદી ઇટાલિયા બ્લડ ડોનેશન અંગે માહિતી આપી જ્યારે ચક્ષુદાન અંગે માહિતી ડો.રીટા પટેલએ આપી સી.પી આર અંગે માહિતી ડો. સંદીપ દેસાઈએ આપી બોડી ડોનેશન અંગેની માહિતી ડો. વિલાશે આપી જ્યારે ઓર્ગન ડોનેશન અંગે સુરતથી ઉપસ્થિત રહેલા નિલેશભાઈ માંડેલવાલાએ આપી જણાવ્યું કે, જ્યારે કોઈ એક બ્રેઇન ડેડ વ્યક્તિ ઓર્ગનનું દાન કરે છે. એમાંથી 9 વ્યક્તિને જીવતદાન મળી શકે છે.

અંગ દાન અંગે સેમિનાર યોજાયો

સમગ્ર ભારતમાં દર વર્ષે 10 હજાર લોકો ઓર્ગન ન મળવાના કારણે મોતને ભેટે છે. તેમના દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 349 કિડની, 140 લીવર, 7 પેંક્રિઆસ, 24 હૃદય, 4 ફેફસા, 254 નેત્રનું દાન કરી સમગ્ર દુનિયામાં 714 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું હતુું. વલસાડમાં પણ મોટી સંખ્યામાં લોકો આ સેમિનારમાં ઉપસ્થિત રહી આંગદાન અંગે ઝીણવટ ભરી માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ગણતરીના લોકોએ અંગ દાન કર્યું છે. વલસાડની જનતામાં અંગદાન અંગે જાગૃતતા આવે તેવા હેતુસર રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જાણીતા ડોક્ટરો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:દર વર્ષે 27 નવેમ્બર ને ભારત માં ઓર્ગેન ડોનેશન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે સમગ્ર ભારત માં દર વર્ષે જરૂરિયાત મંદ લોકોને ઓર્ગેન ન મળવા થી 10 હજાર લોકો મોત ને ભેટે છે લોકો માં ફેલાયેલી ઓર્ગેન ડોનેશનની કેટલીક ગેરમાન્યતા ઓ અને જરૂરી મહીતી તેમજ જાગૃતતા લાવવા વલસાડ ઉમિયા સોશિયલ ગૃપ દ્વારા આજે વલસાડ એક જાગૃતતા સેમિનાર યોજાયો જેમાં સુરતના જાણીતા ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ ભાઈ એ માહિતી આપી હતી

Body:વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ હોલ માં આજે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ તેમજ અન્ય 7 જેટલી સંસ્થાના સહયોગ થી ઓર્ગેન ડોનેશન અંગે એક વિશેષ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીવતા જીવ રક્તદાન અને મોત બાદ અંગ દાન અંગે ની જાગૃતતા લોકોમાં લાવવા તેમજ લોકોમાં ફેલાઈ રહેલી ગેર માન્યતા ઓ દૂર કરવા માટે ની માહિતી સુરત ની ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશ ભાઈ માંડલવાલ એ આપી હતી કાર્યક્રમમાં મુખ્ય વક્તા વલસાડ રક્તદાન કેન્દ્ર ના યઝદી ઇટાલિયા બ્લડ ડોનેશન અંગે માહિતી આપી જ્યારે ચક્ષુદાન અંગે માહિતી ડો.રીટા પટેલ એ આપી સી પી આર અંગે માહિતી ડો. સંદીપ દેસાઈ એ આપી બોડી ડોનેશન અંગેની માહિતી ડો. વિલાશ એ આપી જ્યારે ઓર્ગન ડોનેશન અંગે સુરત થી ઉપસ્થિત રહેલા નિલેશભાઈ માંડેલવાલા એ આપી જણાવ્યું કે જ્યારે કોઈ એક બ્રેઇન ડેડ વ્યક્તિ ઓર્ગન નું દાન કરે છે તો એમાં થી 9 વ્યક્તિ ને જીવતદાન મળી શકે છે સમગ્ર ભારત માં દર વર્ષે 10 હજાર લોકો ઓર્ગન ન મળવા ને કારણે મોત ને ભેટે છે તેમના દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 349 કિડની,140 લીવર,7 પેંક્રિઆસ,24 હૃદય,4 ફેફસા,254 નેત્ર નું દાન કરી સમગ્ર દુનિયા માં 714 વ્યક્તિ ને નવજીવન બક્ષવામાં આવ્યું છે આજે વલસાડ માં પણ મોટી સંખ્યા માં લોકો આ સેમિનાર માં ઉપસ્થિત રહી આંગદાન અને ઝીનવટ ભરી માહિતી મેળવી હતી

Conclusion:ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ગણતરીના લોકો એ અંગ દાન કર્યું છે વલસાડની જનતામાં અંગદાન અંગે જાગૃતતા આવે તેવા હેતુસર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના જાણીતા ડોક્ટરો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બાઈટ 1 .. અશોકભાઈ પટેલ ઉમિયા સોશિયલ ટ્રસ્ટ કેપ્ટન

બાઈટ 2 નિલેશ માંડેલવાલા ( ડોનેટ લાઈફ સંસ્થા સુરત )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.