શહેરી કક્ષાએ રહેતા માતાપિતા જ્યાં બાળકોને વેકેશનમાં સમર કેમ્પમાં કેળવણી માટે મુકતા હોય છે, પરંતુ ગ્રામીણ કક્ષાના બાળકોને ઝાડનો છાયો કે ઘર આંગણે બનાવેલી છત નીચે મુકેલ ખાટલો એજ તેમની ખુશીનું કે રમતનું સાધન અને માધ્યમ હોય છે. ગ્રામીણ કક્ષાના બાળકો તેમના વડીલો પાસે ગજબની કોઠા સૂઝ ધરાવતા હોય છે. આવા જ કપરાડા તાલુકાના માંડવા ગામે એક સામાન્ય કુટુંબના બાળકો એક સાથે બેસી ઘર આંગણે બનેલા મંડપ નીચે ખાટલા ઉપર કાચી કેરીની ઉજાણી કરતા જોવા મળ્યા હતા.
