GCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ/જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ, વલસાડ જિલ્લા માધ્યમિક શાળા ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા 55મુ SVS કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2019-20નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય વિષય ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો હતો. જેમાં 42 સ્કૂલના બાળકોએ એગ્રીબોટ, એગ્રીફાર્મ, E-trash bin, કોંગો ફિવર, જંગલનું સંરક્ષણ અને વ્યવસ્થાપન, રિજનરેટિવ બ્રિજ, હાઇબ્રીડ વોટર જનરેશન, હાઇડ્રોલિક TRS, મેથ્સ મેજીક, 3D ઇફેક્ટસ/ડ્રોઈંગ સહિતની વિવિધ કૃતિઓ રજુ કરી હતી.
આ સાયન્સ ફેરમાં એક વિદ્યાર્થીએ વૃક્ષારોપણ અંગે પોતાનો પ્રોજેક્ટ રજુ કર્યો હતો. જેમાં અંગે જણાવ્યું હતું કે, દેશમાં 900 કરોડના ખર્ચે ચંદ્રયાન પ્રોજેક્ટ હાથ ધરાયો છે. તે જ રીતે જંગલ યાન પ્રોજેક્ટ હાથ ધરી શકાય છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીએ ફોરેસ્ટની જમીનમાંથી પસાર થતા વાહનોને સિડ બોલ આપવાની અને એસિડ બોલને ખુલ્લી જમીનમાં ફેંકીને કે, નાનકડા પ્લેનમાં મોટી માત્રામાં ફાળાઉ વૃક્ષોના બીજ ભરી તેને ખુલ્લી જમીન પર વેરવાનો પ્રોજેક્ટ છે. સાથે દરેક શાળાના બાળકોએ 100 વિવિધ વૃક્ષો-છોડના બીજને અન્ય સ્થળો પર વાવેતર કરવાનું સૂચવ્યું હતું.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ રોબોટીક વાહનથી ખેતી કેમ કરવી, જળપ્રદૂષણ અને હવા પ્રદૂષણમાં ઘટાડો કેવી રીતે લાવવો, ડિજિટલ યુગમાંસ ઈન્ટરનેટ ટેકનોલોજીથી પ્લાસ્ટિક પર કેવી રીતે કાબુ મેળવવો, વરસાદી પાણીનો સંગ્રહ કેમ કરવો સહિતની અનેક કૃતિઓ રજુ કરી કરી હતી. જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2019-20ના આયોજનમાં સેન્ટ ફ્રાન્સીસ હાઈસ્કૂલની એગ્રી બોટ, વિનર્સ ઇંગ્લિશ હાઇસ્કુલની એગ્રી ફાર્મ, વિનર્સ ઇંગ્લીશ હાઇસ્કુલ ની E-trash bin, SSBD દેસાઈ હાઇસ્કુલ વટારની કોંગો ફિવર, સાર્વજનિક વિદ્યાલય એકલારાની જંગલનું સંરક્ષણ અને વ્યવસ્થાપન, સેન્ટ ફ્રાન્સિસ હાઈસ્કૂલની રિજનરેટિવ બ્રિજ, જ્ઞાનગંગા ઇંગ્લીશ મીડીયમ હાઇસ્કૂલ સ્કૂલની હાઇબ્રીડ વોટર જનરેશન, એમ.એમ. હાઇસ્કૂલ ઉમરગામની air-e પોઇન્ટ, વિનર્સ ઈંગ્લીશ હાઈસ્કૂલની હાઇડ્રોલિક TRS, મરોઠીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલની મેથ્સ મેજીક, 3d ઈફેક્ટ/ડ્રોઈંગ કૃતિઓને પસંદ કરવામાં આવી હતી.