વલસાડઃ જિલ્લાના પારડી તાલુકા મથક બીઆરસી ભવન પાલડી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરએ ત્રિરંગો લહેરાવી પ્રજાજનોને સંદેશો આપ્યો હતો. બધાને રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રધાન સહિત કલેક્ટર ફરસાણ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ ગણતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. જેમાં સ્કૂલની બાળાઓએ દેશભક્તિ ગીતોના સથવારે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન રમત-ગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ ખેલાડીઓ પ્રશંસનીય કામગીરી કરનારને મહાનુભવોના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે બધાને સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમ જ સફળ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ સરકાર દ્વારા હાલમાં લાવેલા નવા કાયદાઓ વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા. વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરએ જણાવ્યું કે, સરકાર જે કાયદાઓ બનાવ્યા એ તમામ લોકોના હિતમાં છે. ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને કોઇ જ પ્રકારનું નુકસાન ન થાય તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ હોમગાર્ડ ફોરેસ્ટ સહિત અનેક વિભાગના અધિકારીને વિશિષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.