ETV Bharat / state

વાપીમાં વતન વાપસી પર ETV Bharatનું રિયાલિટી ચેક - Reality check of ETV Bhara

વાપી: ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોમાં દહેશત ફેલાવી છે. જેને લઈને સુરત-મુંબઈમાં મોટી સંખ્યામાં પ્રવાસી કામદારોએ વતનની વાટ પકડી છે. વાપીમાં પણ આ અંગે પ્રવાસી કામદારો વતન જતા હોવાની અફવાએ જોર પકડ્યું છે. જે અંગે ETV Bharatએ નેશનલ હાઇવે પર રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં આ માત્ર અફવા હોય સ્થાનિક વિસ્તારના કામદારો જ હાઇવે પરથી પોતાના ઘરે ડ્યુટી પુરી કરી પરત ફરતા હોવાનું અથવા તો કોઈ સામાજિક કામ માટે જતા હોય તેવા લોકો જ વાહનોમાં જતા જોવા મળ્યા હતાં.

vapi
વાપીમાં વતન વાપસી પર ETV Bharatનું રિયાલિટી ચેક
author img

By

Published : Apr 10, 2021, 7:57 PM IST

  • પરપ્રાતિંય મજૂરોના હિજરતની માત્ર અફવા
  • કામદારોમાં કોરોનાનો કોઈ ભય નહીં
  • હિજરત અંગે ETV Bharatએ કર્યું રીયાલીટી ચેક

વાપી :- વલસાડ જિલ્લાના વાપી સહિત આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પરપ્રાંતીય કામદારો કોરોનાના અને લોકડાઉનના ડરથી વતન વાપસી કરી રહ્યા હોય તેવી અફવાએ હાલ વાપીમાં જોર પકડ્યું છે. જે અંગે ETV Bharatએ નેશનલ હાઇવે નંબર 48 પર રિયાલિટી ચેક કર્યું હતું. ETV Bharatના રિયાલિટી ચેકમાં વાપીમાંથી કામદારોની હિઝરત માત્ર અફવા છે અને કામદારોમાં કોરોના કે લોકડાઉનનો કોઈ ભય નથી.

વાપીમાં વતન વાપસી પર ETV Bharatનું રિયાલિટી ચેક

આ પણ વાંચો : ઝારખંડમાં પરપ્રાંતિય મજૂરોથી ભરેલી બસ પલટી, 40 લોકો ઈજાગ્રસ્ત થયા

કામદારોમાં કોઈ ભય નહીં

ETV Bharat ભારતના રિયાલિટી ચેકમાં જોવા મળ્યું હતું કે વાપી GIDCમાં કામ કરતા કોઈ પ્રવાસી કામદારો હાલ વતન જવાની તૈયારીમાં નથી. હાઇવે પર દરરોજ સવારે અને સાંજે નીકળતી લકઝરી બસ પ્રવાસીઓથી ખાલી જઇ રહી છે. વાહનો રાબેતા મુજબ પસાર થઈ રહ્યા છે. કામદારોએ વાપીમાં થતી કામદારોની હિઝરતને અફવા ગણાવી હતી. જે લોકો હાઇવે પર વાહનોની રાહ જોતા ઉભા હોય છે. તે સ્થાનિક જિલ્લાના દરરોજ અપડાઉન કરતા કામદારો છે. એ ઉપરાંત બીજા એકલ દોકલ પ્રવાસીઓ પોતાના વતનમાં સામાજિક કામ ને કારણે ઘરે જતા હોવાનું જોવા મળ્યું હતું. આવા કામદારોએ વાપીમાં થતી કામદારોની હિઝરતને અફવા ગણાવી હતી.

આ પણ વાંચો : સાઈકલ પર 6 મજૂરો UP માટે રવાના, આકરી ગરમીમાં 1200 Km અંતર કાપશે

કામદારોની હિઝરતને નકારી

જ્યારે વાપીથી અન્ય શહેરો રાજ્યમાં જતા ટ્રાવેલ્સ ચાલકોએ પણ હાલ વાપીમાંથી પરપ્રાંતીય કામદારો હિઝરત કરતા હોવાની વાતને નકારી હતી. ઔદ્યોગિક કંપનીઓમાં કામદારો ને કામ અપાવતા કોન્ટ્રાક્ટરોએ પણ એવો કોઈ જ માહોલ ના હોવાનું સ્વીકારી જણાવ્યું હતું કે વાપીમાં કોરોનાનો કે લોકડાઉનનો કોઈ ભય કામદારો માં દેખાતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.