વાપી - વલસાડ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હળવા મૂડમાં એન્ટ્રી કરી રસ્તાઓ ભીના કરવા સાથે સર્વત્ર ઠંડકનો માહોલ ((Rainy weather in Valsad district ) ) પ્રસરાવ્યો હતો. જે બાદ બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગોરંભાયેલા વાદળો વચ્ચે વહેલી સવારથી હળવા વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત (Weather Update in Gujarat ) થયું છે.
વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ - વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને વાપી તાલુકા (Rains in Vapi) સહિત જિલ્લામાં અને નજીકના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં રવિવારથી ચોમાસાની વિધિવત શરૂઆત (Monsoon Gujarat 2022 ) થઈ છે. રવિવારે આખો દિવસ વરસાદી ઝાપટા વરસ્યા બાદ રાત્રે અને બીજા દિવસે સોમવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. વાપીમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જે બાદ 10 થી 12 વાગ્યા વચ્ચે ધોધમાર વરસાદ વરસતા 2 ઇંચ જેટલા વરસાદમાં (2 inches of rain in 2 hours in Vapi) હાઇવે પર પસાર થતા વાહનચાલકો, ઔદ્યોગિક એકમોમાં કામ અર્થે નીકળેલા કામદારો, શાળાએ અભ્યાસ માટે નીકળેલા વિદ્યાર્થીઓ અને શહેરીજનો સાથે જનજીવન પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો -બજારમાં ઘુસ્યું પાણી તો ટ્રેક્ટર તણાયું, આ રીતે ડ્રાઈવરે બચાવ્યો પોતાનો જીવ
વાપી-વલસાડમાં-ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યો - વલસાડ જિલ્લામાં સોમવારના સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં અડધો થી 2 ઇંચ જેટલો વરસાદ (Rains in Vapi) વરસ્યો છે. જે બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 37mm, પારડી તાલુકામાં 28mm, વાપી તાલુકામાં 59mm, ઉમરગામ તાલુકામાં 55mm, ધરમપુર તાલુકામાં 19mm અને કપરાડા તાલુકામાં 25mm વરસાદ વરસ્યો છે. જો કે પાછલાં 30 કલાકમાં ઉમરગામ વલસાડ તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે વાપી તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે.
આ પણ વાંચો- સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ સોળે કલાએ ખીલી, વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 9 mm અને દમણમાં 59 mm વરસાદ નોંધાયો -ગાજવીજ સાથે ધીમીધારે વરસી રહેલા વરસાદને (Rains in Vapi) પગલે વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો બન્યા છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સતત ધીમીધારે વરસાદ વરસતો હોય ઠંડકભર્યા માહોલનો અહેસાસ લોકો કરી રહ્યા છે. તો, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 9 mm અને દમણમાં 59 mm વરસાદ (Rainy weather in Valsad district )નોંધાયો છે.