ETV Bharat / state

વાપી તાલુકાના 17 ગામોમાં 250 બેડની વ્યવસ્થા ધરાવતા ક્વોરન્ટાઇન સેન્ટર ઉભા કરાયા

author img

By

Published : May 2, 2021, 8:30 AM IST

વલસાડ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે વાપી તાલુકામાં વહીવટી તંત્ર, તાલુકા પંચાયત અને સ્વયંસેવી સંસ્થાઓએ એક સાથે મળી અનોખી પહેલ કરી છે. આ પહેલ હેઠળ વાપી તાલુકાના 17 ગામોમાં શાળાઓ, સમાજવાડીઓમાં 250 બેડની વ્યવસ્થા સાથેના હોમક્વોરન્ટાઇન વોર્ડ ઉભા કર્યા છે. જેમાં વહીવટીતંત્ર આરોગ્યને લગતી મદદ પુરી પાડશે તો, દર્દીઓ માટે બેડ, ભોજન અને અન્ય જરૂરી સામગ્રી RSS અને જૈન વેપારી સંગઠનના સ્વંયસેવકો પુરી પાડશે.

17 ગામોમાં 250 બેડની વ્યવસ્થા ધરાવતા ક્વોરન્ટાઇન સેન્ટર ઉભા કરાયા

  • વાપી તાલુકા અને વલસાડ જિલ્લા પંચાયતની પહેલ
  • વાપીના 17 ગામમાં શાળાઓમાં ઉભા કર્યા આઇસોલેશન વોર્ડ
  • RSS, JITO જેવી સંસ્થાઓ પણ આવી મદદે
  • કોરોના પોઝિટિવ દર્દીઓ નિઃશુલ્ક આઇસોલેટ થઈ શકશે

વલસાડઃ વાપી તાલુકાના 17 ગામોમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ નિઃશુલ્ક હોમક્વોરન્ટાઇન થઈ શકે તે માટે 16 શાળા અને એક સમાજવાડી મળી કુલ 17 સ્થળો પર 250 બેડની વ્યવસ્થા સાથેના કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભા કર્યા છે. આ પહેલ અંતર્ગત વાપીના બલિઠા ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં માધવ કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ખાતેથી ધારાસભ્ય કનું દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોવિડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વાપી તાલુકાના 17 ગામોમાં 250 બેડની વ્યવસ્થા ધરાવતા ક્વોરન્ટાઇન સેન્ટર ઉભા કરાયા
વાપી તાલુકાના 17 ગામોમાં 250 બેડની વ્યવસ્થા ધરાવતા ક્વોરન્ટાઇન સેન્ટર ઉભા કરાયા

આ પણ વાંચોઃ કુતિયાણામાં ધારાસભ્યએ 10 બેડનું કોવિડ કેર સેન્ટર કરાવ્યું શરૂ

આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ નિઃશુલ્ક હોમક્વોરન્ટાઇન થઈ શકશે

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાને રાખી ડેપ્યુટી DDO, TDOએ વાપી તાલુકા પંચાયતના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી, તાલુકાના 17 ગામોમાં 250 બેડની વ્યવસ્થા સાથેના આઇસોલેશન કોવિડ સેન્ટર ઉભા કરવાની પહેલ કરી છે. 17 ગામની 15 શાળાઓમાં 10-10 બેડ તો, બલિઠાની પટેલ સમાજવાડી અને સલવાવ સ્વામિનારાયણ શાળામાં 50-50 બેડના આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓ નિઃશુલ્ક હોમક્વોરન્ટાઇન થઈ શકશે.

અલગ-અલગ સમાજના સ્વયંસેવકો દર્દીઓ માટેની તમામ વ્યવસ્થા સાચવશે

પટેલ સમાજવાડી ખાતે ઉભા કરેલા કોવિડ સેન્ટરનો ધારાસભ્ય કનું દેસાઈ, વાપી નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જૈન સોશિયલ ગ્રુપ, પટેલ સમાજના સ્વયંસેવકો દર્દીઓ માટેની તમામ વ્યવસ્થા સાચવશે.

ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને રોફેલ, ESICમાં મોકલશે

વાપી તાલુકામાં ઉભા કરેલા 17 આઇસોલેશન સેન્ટરમાં કોવિડ પોઝિટિવ આવેલા દર્દી આઇસોલેટ થઈ શકશે. આ સુવિધા નિઃશુલ્ક રહેશે. જેમાં દર્દીની સારસંભાળ માટે 24 કલાક તબીબી સ્ટાફ સેવા કરશે. જૈન સોશિયલ ગ્રુપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જીતો ગ્રુપ, લેઉવા પટેલ સમાજના સભ્યો ભોજન, પથારી સહિતની સંપૂર્ણ વ્યવસ્થા પોતાની સંસ્થા તરફથી કરશે.

17 આઇસોલેશન સેન્ટરમાં આઇસોલેશન બેડની જ વ્યવસ્થા છે

17 આઇસોલેશન સેન્ટરમાં માત્ર આઇસોલેશન બેડની જ વ્યવસ્થા હોવાથી, જો કોઈ દર્દીને ઓક્સિજન બેડની કે અન્ય વધુ સારવારની જરૂર પડશે, તો તેને 5થી 10 મિનિટના અંતરે આવેલા હરિયા રોફેલ અથવા ESIC કોવિડ સેન્ટરમાં મોકલી ઓક્સિજનની સેવા પૂરી પાડવામાં આવશે. તેવું મીડિયાના માધ્યમથી ધારાસભ્ય કનું દેસાઈએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ડીસામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે માળી સમાજ દ્વારા કોવિડ કેસ સેન્ટર શરૂ કરાયું

સેન્ટરની જવાબદારી શ્રી ગરુજી સ્મૃતિ ટ્રસ્ટ સંભાળશે

ઉલ્લેખનીય છે કે, બલિઠા પટેલ સમાજવાડી ખાતે ઉભા કરેલા માધવ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરની સંપૂર્ણ જવાબદારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવશે. જેમાં સંઘના સભ્યો ઉપરાંત જીતો, જૈન સોશિયલ ગ્રુપના સભ્યો મદદરૂપ થશે. જ્યારે વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ, વહીવટી તંત્ર તેમના પર નિયંત્રણ રાખી જરૂરી સુવિધા પૂરી પાડવામાં મદદ અને માર્ગદર્શન આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.