- વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર વધ્યો
- જિલ્લાના પર્યયન સ્થળોને કરાયા બંધ
- જિલ્લા કલેક્ટરે બંધ કરવા આપ્યા આદેશ
- શનિ અને રવિવાર પર્યટન સ્થળો બંધ
વલસાડઃ વલસાડમાં કોરોનાના કેસ વધતા જાહેર પર્યટન સ્થળો લોકો માટે બંધ કરી દેવાયા છે. કલેક્ટરે શનિ અને રવિવારે આ સ્થળો બંધ રાખવાના આદેશ આપી દીધા છે. જિલ્લા કલેકટર આર. આર. રાવલના જણાવ્યા મુજબ, જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે સુરતમાં પણ કેસ વધી રહ્યા હોવાથી તકેદારીના ભાગરૂપે વલસાડ વહિવટી તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય એવા હેતુથી વલસાડ જિલ્લાના જાહેર સ્થળો શનિ અને રવિની રજામાં બંધ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરામાં બર્ડ ફ્લૂને કારણે કમાટી બાગ પક્ષીઘર બંધ કરાયું
તિથલ દરિયા કિનારો તેમજ વિલ્સન હિલ ઉમરગામ બીચ, નારગોલ બીચ સહિતના પર્યટન સ્થળ બંધ
શનિ અને રવિની રજાઓમાં દરેક પરિવારજનો બાળકો સાથે જાહેર સ્થળે ફરવા નીકળતા હોય છે. જોકે, કોરોના હજી ગયો નથી લોકો તેમ છતાં પણ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ વિના બેફામ ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે સંક્ર્મણ ન વધે તે માટે જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. આમ, વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ ન ફેલાય તે માટે વહિવટી તંત્ર દ્વારા પણ 6 જેટલી ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં હાઇવે અને ચેકપોસ્ટ ઉપર સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આથી મહારાષ્ટ્રમાંથી આવતા લોકોની ઓળખ થઈ શકે છે.
આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાના કેસ વધતા 31 માર્ચ સુધી બાગ-બગીચા બંધ