ETV Bharat / state

વલસાડના ધરાસણામાં વડાપ્રધાન મોદીનું પ્રવચન ખાસ બની રહ્યું! મીઠા સત્યાગ્રહની અનોખી યાદગાર - Dandi Yatra

મીઠા સત્યાગ્રહની યાદમાં દાંડી બાદ ધરાસણાનું અનેરું મહત્વ છે. ત્યારે આજે 75 સ્થળે વિશેષ આઝાદી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે આજે ધરાસણામાં રાજ્યકક્ષાના પ્રધાન રમણ પાટકરની અધ્યક્ષતામાં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં યોજાયેલો કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવ્યો હતો.

વલસાડના ધરાસણામાં વડાપ્રધાન મોદીનું પ્રવચન ખાસ બની રહ્યું! મીઠા સત્યાગ્રહની અનોખી યાદગાર

author img

By

Published : Mar 12, 2021, 7:08 PM IST

  • દાંડી બાદ વલસાડના ધરાસણાનું અનેરું મહત્વ
  • સરોજિની નાયડુના નેજામાં થયો હતો સવિનય કાનૂનભંગ
  • સત્યાગ્રહીઓએ અહીં વેઠ્યાં હતાં અંગ્રેજ સરકારના સિતમ

વલસાડઃ જિલ્લાના ધરાસણામાં મીઠાના અગર આવેલા છે. નવસારીના દાંડી ખાતે મીઠા સત્યાગ્રહ બાદ ગાંધીજી વલસાડના ધરાસણા ખાતે કૂચ કરવાના હતાં. પરંતુ તેમની ધરપકડ બાદ કવિયત્રી સરોજની નાયડુના નેજામાં ધરાસણાના અગરમાં મીઠાના કાયદાનો સવિનય ભંગ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો ઉપર અંગ્રજી સૈનિકો દ્વારા યાતના ગુજારવામાં આવી હતી. આ સત્યાગ્રહની યાદમાં દાંડી બાદ ધરાસણાનું અનેરું મહત્વ છે. ત્યારે આજે 75 સ્થળે વિશેષ આઝાદી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે નિમિત્તે આજે ધરાસણામાં રાજ્યકક્ષાના પ્રધાન રમણ પાટકરની અધ્યક્ષતામાં આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં યોજાયેલો કાર્યક્રમ લાઈવ નિહાળવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવતા એવું લાગી રહ્યું છે કે, તમામ તીર્થસ્થાનોનો સંગમ આજે થયો છે: વડાપ્રધાન મોદી

ધરાસણા ખાતે ગાંધી સ્મારક બનાવવામાં આવ્યું છે

વન અને આદિજાતિ વિકાસના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં ધરાસણા ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમ ખાતેથી 75 સ્થળ ઉપર આઝાદી અમૃત મહોત્સવ પ્રારંભ કરવા જઈ રહ્યાં છે ત્યારે દેશને આઝાદી અપાવવામાં લોકોએ આપેલા બલિદાન અને શહીદોએ વહેલી શહીદીને યાદ કરવા માટે તેમજ આજના યુવા વર્ગને આ સમગ્ર બાબતનો ચિતાર મળે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ધરાસણાના ખાતે પણ મીઠા સત્યાગ્રહનું આયોજન કરાયું હતું અને તે દરમિયાન અંગ્રેજોએ સત્યાગ્રહમાં જોડાયેલા અનેક લોકો ઉપર લાઠીઓ વરસાવી હતી અને અનેક યાતનાઓ આપી હતી.ં અનેક લોકો ઘાયલ થયાં હતાં તેમ છતાં પણ તેમણે ક્યારેય પણ પોલીસ ઉપર હાથ ઉપાડ્યો ન હતો અને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો જેની યાદમાં ધરાસણા ખાતે ગાંધી સ્મારક બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીના ભારતની આઝાદીના 75 વર્ષે શું છે પાંચ આધાર સ્તંભ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન લાઇવ નિહાળ્યું

અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી અમૃત મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આઝાદીની ચળવળમાં પોતાનો જીવ ન્યોછાવર કરનારાં અનેક શહીદોની યાદ અને બલિદાન એળે ન જાય અને આજના યુવાનોને આ સમગ્ર બાબતની જાણકારી મળે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે રજૂ કરેલા તેમના સંબોધનને વલસાડના ધરાસણા ખાતેથી ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવોએ લાઈવ નિહાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.