ETV Bharat / state

વાપીમાં ચલા મુક્તાનંદ માર્ગ પર થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, માત્ર 500 રૂપિયા લૂટી કરી હતી હત્યા - vapi police

એક વરસથી એકબીજાના દુશ્મન ગણાતા એવા મિત્ર જે ત્રણ માસથી ફરી મિત્ર બની દસ દિવસ અગાઉ વાપીની એક સ્કૂલના મેદાનમાં 500 રૂપિયા માટે બે વ્યક્તિઓ, જે રાજસ્થાન જઇ રહ્યા હતા તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ હત્યા પ્રકરણ વાપીના ચલામાં રહેતો ઈસમ સહિત એક 15 વર્ષીય સગીરની પોલીસે ધરપકડ કરી હત્યાનો ગુન્હો ઉકેલી નખ્યો છે

વાપીમાં ચલા મુક્તાનંદ માર્ગ પર થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો

author img

By

Published : Jun 7, 2021, 2:37 PM IST

  • માત્ર રૂપિયા ૫૦૦છીનવી લઇ હત્યા કરી થઈ ગયા હતા ફરાર
  • પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલાન્સનો ઉપયોગ કરી ને હત્યા કરનાર ને ઝડપી લીધા
  • એક કાયદા ના સંઘર્ષ માં આવેલ બાળ કિશોર અને એક શખ્સ મળી બે સામે કાર્યવાહી

વલસાડઃ વાપી ટાઉન વિસ્તારમાં બુનમેક્ષ નામની સ્કૂલની બાજુમાં મેદાનમાં તારીખ 1/6/2021ના રોજ સવારે એક પુરુષ નગ્ન હાલતમાં લાશ મળી આવતા વાપી ટાઉન પોલીસે તપાસ કરતા અમરસિંહ કીડીયા ભાઈ ડામોર મૂળ રહે. રાજસ્થાન અને હાલમાં જ છેલ્લા બે મહિનાથી મજૂરીકામ માટે વાપી આવ્યો હતો. મૃત્યુપામનાર અમરસિંહ ડામોર વાપી ઝૂપડામાં રહેતા બેન બનેવી સાથે રહેતો હતો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ પોલીસ ટીમો બનાવી ટેકનિકલ સર્વિસની મદદથી અલગ-અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી

આ પણ વાંચોઃ વડોદરાના કંડારીના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, LCBએ હત્યાના આરોપીને ઝડપ્યો

પૈસા ની જરૂરિયાત ઊભી થતાં પ્લાન બનાવ્યો લૂંટ કરવાનો

વાપી પોલીસને મળેલી ચોક્કસ માહિતી આધારે હત્યા કરનારા આરોપી વિશાલ હસમુખ હળપતિ રહે. મુક્તાનંદ માર્ગ ચલા વાપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલો ૧૫ વર્ષીય સગીરની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આરોપી વિશાલ હળપતિ કડક પુછપરછ કરતા તેઓએ ૧૫ વર્ષીય સગીર ને પૈસાની જરૂર હોય કોઇ રાહદારી ઈસમને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો.

રાહદારી રાજસ્થાન જવા ઠેલો લઇ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને આંતરી હત્યા નીપજાવી

મરણ જનાર અમરસિંહ ડામોર થેલો લઈ રાજસ્થાન જવા માટે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન આરોપીએ થેલા માં મોટી માલમતા હોય તેવી આશા રાખી અમરસિંહને પ્લાઈ ની પટ્ટી તેમજ મરણ જનારએ પહેરેલી પટ્ટો કાઢી તેના દ્વારા માર મારી મરણ જનારના ખિસ્સામાંથી ફક્ત 500 રૂપિયાની લૂંટ ચલાવી અમરસિંહના કપડાં કાઢી નગ્ન હાલતમાં છોડી ભાગી છૂટયા હતા

બંને આરોપી અગાઉ દુશ્મન હતા પણ ત્રણ માસ થી બંને વચ્ચે સુલેહ થઈ જતાં લૂંટ ને અંજામ આપ્યો

એસપી ડો.રાજદીપ સિહ ઝાલાએ જણાવ્યું કે વિશાલ હળપતિ અને 15 વર્ષીય સગીર યુવાન છેલ્લા એક વર્ષથી એક બીજાના દુશ્મન ગણાતા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી દોસ્ત બની લૂંટ ચલાવતા હતા. આરોપી વિશાલ હસમુખ હળપતિ અગાઉ વાહનચોરી અને દારૂના ગુનામાં પણ સંડોવાયેલો હતો.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

વાપીના ચલામાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો

જોકે પોલીસે વાપીના ચલામાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આરોપીને જુવેનાઈલમાં મોકલી આપ્યો છે. જ્યારે વાપી ટાઉન પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.