- વલસાડમાં કૂટણખાના પર પોલીસની રેડ
- મહિલા સંચાલિકા બે ગ્રાહક સહિત પાંચ લોકો ઝડપાયા
- છેલ્લા એક માસથી ફ્લેટ ભાડે રાખી દેહવેપારની કામગીરી થતી હતી
વલસાડ: શહેરના અબ્રામા વિસ્તારમાં આવેલા યશકમલ બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા ફ્લેટ નંબર 301 માં છેલ્લા એક માસ અગાઉ આશા જેતન પ્રાણ ગોપાલદાસ નામની મહિલા મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ જેના દ્વારા દેહ વેપારની કામગીરી માટે એક યુવતીને રાખી લોહીનો વેપાર કરવામાં આવી રહ્યો હતો. જોકે, આ અંગેની બાતમી વલસાડ સિટી પોલીસને મળતા પોલીસે છાપો માર્યો હતો અને 2 ગ્રાહકો સહિત પાંચ લોકો મળી આવ્યા હતા. પોલીસે પાંચ લોકોની અટક કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસે ગેરકાયદે ચાલતા કોલસેન્ટરમાં રેડ કરી સાત યુવકોની ધરપકડ કરી
છેલ્લા એક માસ પહેલા મહિલાએ રહેવા માટે ફ્લેટ ભાડે લીધો હતો
યશકમલ બિલ્ડિંગમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ફ્લેટમાં રહેતી મહિલાએ એક માસ અગાઉ આ ફ્લેટ મૂળ માલિક પાસે રહેવા માટે ભાડે લીધો હતો પરંતુ બિલ્ડિંગમાં રહેતા લોકોને પણ સહેજ ગંધ સુદ્ધાં ન આવી કે આ મહિલા છેલ્લા કેટલાક સમયથી દેહવ્યાપાર કરાવી રહી હતી અને અહીં આવતા જતા લોકો પણ આ સમગ્ર કામગીરી ને ઓળખી કે પારખી ન શક્યા હતા પરંતુ આજે અચાનક પોલીસ આવી પહોંચતાં હકીકતનો પર્દાફાશ થયો હતો. પોલીસે મહિલા સંચાલિકા ભોગ બનનારી યુવતી બે ગ્રાહક તેમજ બિલ્ડિંગ બહાર રહી કરનાર એક શખ્સ સહિત પાંચ લોકો સામે કાર્યવાહી કરી
આ પણ વાંચો: ગાંધીધામમાં પોલીસે 3 સ્થળો પર રેડ કરી, 21 લાખના દારૂ સાથે 2 આરોપી ઝડપાયા
ભોગ બનનારી યુવતીને પણ પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી
વલસાડ સીટી પોલીસના PSI વીડી મોરી તથા તેમના સ્ટાફને મળેલી બાતમી બાદ પોલીસે યશકમલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 301 માથાનો મળ્યો હતો જ્યાંથી પોલીસને દેહ વેપાર ચલાવનારી સંચાલિકા આશાબેન જીતેન પ્રાણ ગોપાલદાસ મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ જ્યારે એક કમલેશ વીણા ભાઈ સોઢા રહેવાસી પંચવટી મોગરા વાળી તાલુકો જિલ્લો વલસાડ મૂળ રહે ભાવનગર તો ગ્રાહક તરીકે આવેલા નિર્મલ રમેશભાઈ પટેલ ધરમપુર મોટી ઢોલ ડુંગરી તેમજ શ્યામ રાજેશભાઈ પટેલ ધરમપુર રાજમાં રોડ વિજય લક્ષ્મી પેલેસ ધરમપુરની પોલીસે અટક કરી છે અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભોગ બનનારી યુવતીને પણ પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી છે.