ETV Bharat / state

કોંગી કાર્યકરો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસે માજી સાંસદ સહિત 10ની કરી અટકાયત - કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત

કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ મોંઘવારી વિરોધ પ્રદર્શન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને આજે શનિવારે ધરમપુરના આસુરા ચોકડી પાસે કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવા કાર્યાલયથી નીકળવાની તૈયારી કરતા હતા, ત્યારે જ પોલીસ આવી પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ માજી સાંસદ અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ને ડિટેઇન કરી લીધા હતા.

કોંગી કાર્યકરો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસે માજી સાંસદ સહિત 10ની કરી અટકાયત

author img

By

Published : Jul 10, 2021, 7:56 PM IST

  • વિરોધ પ્રદર્શન અગાઉ જ પોલીસે કોંગી કાર્યકર્તાઓને ડિટેઈન કર્યા
  • માજી સાંસદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુ કાર્યકર્તાઓ ડિટેઇન
  • કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ભાજપ નીતિના વિરોધમાં પ્રદર્શન કરવાનું હતું

વલસાડ : ધરમપુર તાલુકા ખાતે કોંગ્રેસ કાર્યાલય પરથી મોંઘવારી તેમજ ભાજપની નીતિના વિરોધમાં વિવિધ પ્લેકાર્ડ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ આસુરા વાવ ચોકડી પાસે વિરોધ પ્રદર્શન કરવા નીકળ્યા હતા. તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને હજુ સ્થળ સુધી પહોંચે તે પહેલાં જ ધરમપુર પોલીસે 10થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા હતા.

કોંગી કાર્યકરો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસે માજી સાંસદ સહિત 10ની કરી અટકાયત
કોંગી કાર્યકરો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસે માજી સાંસદ સહિત 10ની કરી અટકાયત

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી સાંસદને કરવામાં આવ્યા ડિટેઇન

કોંગ્રેસ દ્વારા ધરમપુર ખાતે કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનમાં માજી સાંસદ કિશન પટેલ તેમજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસ કાર્યાલયની બહાર નીકળ્યા હતા અને વાવ ચોકડી તરફ આગળ વધે તે પહેલા જ ધરમપુર પોલીસ મથકના PSI એ.કે. દેસાઈ અને તેમનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને આ તમામ લોકો સર્કલ સુધી ન પહોંચે તે માટે તેમને પોતાના હાથથી અટકાવી તમામ લોકોને પોલીસની જીપમાં બેસાડી દીધા હતા

આ પણ વાંચો - ડાંગમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ

પોલીસની જીપમાં બેસાડવા છતાં પણ કેટલાક લોકોએ સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા

ધરમપુર ખાતેના વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા બાદ તમામને પોલીસની જીપમાં બેસાડવામાં આવ્યા હતા. જ્યાં જીપમાં બેસવા છતાં પણ કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર તેમજ મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા હતા. જોકે, પોલીસે આ તમામ લોકોને જીપમાં બેસાડીને પોલીસ મથક સુધી લઈ ગઈ હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની મોંઘવારી અને સામાન્ય પ્રજાને કમર તોડી નાંખે એવી બહુ વધારાની નીતિ સામે તેઓ વિરોધ કરી રહ્યા હતા અને હાલ ભાજપ સરકાર પોલીસને આગળ ધરીને વિરોધ કરી રહેલાઓને અટકાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.