ETV Bharat / state

પોલીસ કોન્સ્ટેબલ હુમલા પ્રકરણઃ 5 આરોપીની ધરપકડ

વલસાડના ટુંકવાડા નજીક મોડી રાત્રે પોલીસ પર થયેલા જીવલેણ હુમલામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. જો કે, આ હુમલો કેમ કરવામાં આવ્યો તે અંગે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, કોન્સ્ટેબલની ગાડી પર પોલીસ લખ્યું હતું. પકડાયેલા આરોપીઓ દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા હોય આ તમામ આરોપીઓને ડર હતો કે પોલીસ તેમની ગતિવિધિ પકડશે. જેને લઈને તેમેને પોલીસ લખેલી કારનો પીછો કર્યો હતો. જે બાદ કોન્સ્ટેબલને ઘેરીને તેના પર હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
author img

By

Published : Jul 31, 2020, 9:39 PM IST

વલસાડઃ વાપી GIDCમાં પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ઇન્દ્રજીતસિંહ ગોહિલ જે છેલ્લા એક માસથી પથરીની બીમારીથી પીડાઈ રહ્યા છે. હાલ તેમને એક માસની રજા ભોગવીને પોતાના વતન ભાવનગરથી પોતાના પિતરાઈ ભાઈ સાથે કારમાં પરત થઇ રહ્યા હતા. આ સમય દરમિયાન બગવાડા ટોલનાકાથી આગળ ટુંકવાડા નજીક તેમની સ્કોર્પિયો કારનો પીછો કરી પાછળ આવેલી બે કારમાં દસથી બાર જેટલા ઈસમો ઉતરી પડ્યા હતા.

પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો
પોલીસ કોન્સ્ટેબલ હુમલા પ્રકરણઃ 5 આરોપીની ધરપકડ

ઈન્દ્રજીત કંઈ સમજે એ પહેલા ઇન્દ્રજીતસિંહ અને તેમના ભાઈ બંનેને સળિયા અને પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે અન્ય એક કારમાં આવેલા કેટલાક ઈસમોએ રિવોલ્વર જેવું હથિયાર તેમના મોઢામાં મૂકી ગોળી મારી દેવાની ધમકી આપી હતી. આ બન્ને કારમાં જબરજસ્તી બેસાડી સલવાવ નાળા પાસે ફેંકી ગયા હતા. આ બન્ને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પારડી પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો.

આ ગુનામાં દાખલ ફરિયાદમાં પોલીસે ઉદવાડા નજીક આવેલા પલસાણા પાસેથી 5 ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા ઈસમો પૈકી કારતારસિંગ રાજબીરસિંગ જાટ, કિશનસિંહ લાચ્છનધારીસિંહ રાજપૂત, ઋષિ શંકર યાદવ, સોનુકુમાર નકુલ સિંગ, ગોપાલ દેવનાથની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. આ પકડાયેલા ઈસમો પાસેથી આ ગુનામાં વપરાયેલી બે કાર પણ કબ્જે લીધી જેમ કાર નં. GJ-01-BR-1255, કાર નં. MH-01-AC-6502 આમ પકડાયેલા 5 આરોપી પાસેથી પોલીસે કુલ રૂપિયા 7 લાખનો મુદ્દામાલ વલસાડ LCBએ કબ્જે કર્યો છે.

આ ઘટનાની પ્રાથમિક તપાસમાં હુમલાનું કારણ જણાવતા આરોપીઓએ કહ્યું કે, કોન્સ્ટેબલની કાર આગળ પોલીસ લખેલું હોવાથી આ તમામ આરોપીઓને બીક હતી કે તેઓ દારૂની હેરાફેરી કરતા હોય તેના કારણે પોલીસ તેમની આ કામગીરીને કારણે તેમની ધરપકડ કરશે. તેવા ડરને કારણે આ કોન્સ્ટેબલની કારનો પીછો કરી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. હાલ પોલીસે આ તમામ આરોપીને પકડી લઈ તેમના કોરોના રિપોર્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરી છે.

જાણો શું છે સમગ્ર ઘટના -

વાપી GIDC પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો, ગાડીમાં કરી તોડફોડ

વલસાડઃ જિલ્લાના વાપી GIDCમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત સિંહ ગોહિલ અને તેના કૌટુંબિક ભાઈ પર 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમોએ વાપી નજીક ટુકવાડા ગામે કારમાં તોડ ફોડ કરી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે.

સમગ્ર ઘટના અંગે વલસાડ DYSP એમ. એન. ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી બુધવારે રાત્રીના પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ટુકવાડા હાઇવે ઉપર તેમની ગાડીને રોકી 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમોએ હેડ કોન્સ્ટેબલ તથા તેમના ભાઈ કુલદિપસિંહ ગોહીલને લોખંડના પાઇપ તેમજ લાકડી વડે ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં હેડ કોન્સ્ટેબલની સ્કોર્પિયો પણ લૂંટી લીધી હતી અને તેમની અન્ય ગાડીમાં બેસાડી સલવાવ સુધી અપહરણ કરી લઈ જઈ હેડ કોન્સ્ટેબલના મોઢામાં રિવોલ્વોરનું નાળચું મૂકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બિગ બજાર પાસે તેમને ફેંકી હુમલાખોરો નાસી છૂટયા હતા. ઘવાયેલા હેડ કોન્સ્ટેબલે 100 નંબર ઉપર ડાયલ કરતાં વાપી ટાઉન પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. અને બંનેને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પારડી પોલીસ સબઇન્સ્પેક્ટર એસ. બી. ઝાલાએ હરિયા હોસ્પિટલમાં પહોંચી ઘવાયેલા હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહના નિવેદન લઇ અજાણ્યા હુમલાખોરો સામે કલમ નં 307 તેમજ આર્મસ એકટ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. DYSP ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આ હુમલો કરવામાં સામેલ હૂમલાખોરોની બાતમી પોલીસને મળી ચુકી છે. અને તે અંગે કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા વાપી નજીક વટાર ગામે દમણના બુટલેગર માઈકલના અડ્ડા પરથી દારૂ ભરીને નીકળેલા બે બુટલેગરોનો પોલીસે પીછો કરતા બુટલેગરો કાર મૂકીને વાડીમાં ભાગ્યા હતાં. જે દરમિયાન ખાલી કૂવામાં પડી જતા મોતને ભેટ્યા હતાં. આ ઘટના બાદ કાર અને દારૂ સહિતનો મુદ્દામાલ ગાયબ થઈ ગયો હતો, અને પોલીસે પણ આ મામલે વધુ જાણકારી આપવાનું ટાળ્યું હતું. ત્યારે કદાચ બુટલેગરોએ બદલો લેવા આ હુમલો કર્યો હોવાની ચર્ચા શહેરીજનોમાં ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.