- સેલવાસથી દારૂ ભરી ધરમપુર થઈ સુરત લઈ જવાતો હતો
- સ્વીફ્ટ કારનું પાયલોટિંગ કરતો મોપેડ ચાલક પણ પકડાયો
- દારૂ ભરાવનાર અને મંગાવનાર 5 વોન્ટેડ
- નંબર વગરની સ્વીફ્ટ કારમાં દારૂની કરાતી હતી હેરાફેરી
ધરમપુરઃ ધરમપુરના રાજપુરી તલાટીની સિમમાં કરંજવેરીથી ખારેલ જતા રોડ ઉપર આર.આર.સેલની ટીમે સેલવાસથી સ્વીફ્ટ કારમાં દારૂ લઈ સુરત જતા કાર ચાલક અને મોપેડ ઉપર પાયલોટિંગ કરી રહેલ એકની ધરપકડ કરી 65600 રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, 2 ની ધરપકડ કરી છે. જ્યારે દારૂ ભરાવનાર અને સુરત મંગાવનાર કુલ 5ને વોન્ટેડ જાહેર કર્યા છે.
ધરમપુરના રાજપુરી તલાટ ગામની સિમમાં કરંજવેરી થી ખારેલ જતા માર્ગ ઉપર સેલવાસથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ સફેદ કલરની નંબર વગરની કારમાં જઈ રહેલા રાહુલ ચુનીલાલ પટેલ રહે રાજપુરી તલાટ અને જીગ્નેશ ઉર્ફે ચકો ભરતની ધરપકડ કરી છે.
આર.આર. સેલે કાર અટકાવી તપાસ કરતા દારૂ મળી આવ્યો
આર.આર. સેલની ટીમે સ્વીફ્ટ કારને અટકાવી તપાસ કરી તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 182 જેની કિંમત 65600 તેમજ સ્વીફ્ટ કારની કિંમત 5 લાખ ડરબી ક્લાસિક મોપેડ કિંમત 20 હજાર મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,69 130 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સેલવાસ નારોલીના નરેશ મોહને દારૂ મોકલાવ્યો હતો
જો કે પ્રાથમિક પૂછપરછમાં સેલવાસથી દારૂ નો જથ્થો નટુ ઉર્ફે નરેશ મોહન પટેલ નરોલી સેલવાસે ભરાવ્યો હતો, જ્યારે આ જથ્થો સુરતના દુલા ભાઈ રવજીભાઈ વઘાણીએ મંગાવ્યો હતો. જેમાં અન્ય મુનનો મહેન્દ્ર કિશન સોલંકી, મામો, મેહુલ ચુનીલાલ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જો કે આર.આર. સેલની ટીમે મોડી સાંજે ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાવી પકડાયેલા આરોપી ધરમપુર પોલીસને સોંપ્યા બાદ સમગ્ર કેસની તપાસ હાલ પારડી પોલીસને સોંપવામાં આવી છે.