વાપી : સેલવાસ બોર્ડર પાસે લવાછા ગામે દમણ ગંગા નદી કિનારે બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા સેલવાસના 19 નબીરાની ડુંગરા પોલીસે ધરપકડ કરી હતી. તેમની પાસેથી દારૂ, કાર, બાઈક અને મોબાઇલ મળી રૂ.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર યાદવ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરાયો હતો.
પકડાયેલા તમામ આરોપીને ડુંગરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરાવાવામાં આવ્યો હતો. જેમાં 19 પૈકી સેલવાસના દયાત ફળિયામાં રહેતા સુનીલ કાલીદાસ નામના આરોપીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે તેને વાપીની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
વલસાડ જિલ્લામાં દિવસો દિવસ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે
- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ કોરોના બેકાબુ બન્યો છે
- દમણમાં મંગળવારે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પ્રથમ કોરોના દર્દીનું મોત
- વલસાડમાં 23નવા કોરોના દર્દીઓ કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત
- સેલવાસમાં વધુ 7 દર્દીઓ નોંધાયા હતાં
જો કે આ કેસમાં ડુંગરા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા રાકેશભાઇ રમણભાઇ પણ હાલ કોરોન્ટાઇન થયા છે. જ્યારે દારૂની મહેફિલ માણનારા અન્ય 18 આરોપીઓને નવસારી સબજેલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં વોન્ટેડ આરોપી યાદવ નામક ઇસમ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.