ETV Bharat / state

નશામાં ધૂત એટી બસ ચાલકે રાહદારીને ટક્કર મારતા થયું મૃત્યુ, પોલીસ કરી અટકાયત

ધરમપુર વલસાડ રોડ પર નશાના ધૂતમાં એસ.ટી. બસ ચાલકે અકસ્માતે (Dharampur Bharuch ST bus accident) સર્જાતા રાહદારીને અડફેટે લીધો છે. રાહદારીનું ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્તા પોલીસ બસ ચાલકને અટકાયત કરી છે. (accident on Dharampur Valsad Road)

નશામાં ધૂતમાં એટી બસ ચાલકે રાહદારીને ટક્કર મારતા મૃત્યુ, પોલીસ કરી અટકાયત

author img

By

Published : Nov 21, 2022, 4:28 PM IST

વલસાડ ધરમપુર વલસાડ રોડ ઉપર આવેલી હોટલ હોરિઝોન નજીક એસ.ટી. બસનો અકસ્માત (Dharampur Bharuch ST bus accident) થતાં અફરાતફરી મચી ગઈ હતી. બસ ચાલકે દારૂના નશામાં સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ધરમપુર ભરૂચ બસના ચાલક વિજયસિંહ દોલતસિંહ સોલંકી ડ્રાઇવર બેચ નંબર 40 બપોરે 1 વાગ્યે ભરૂચ જવા માટે ધરમપુર એસ.ટી. ડેપોથી બસ નંબર GJ 19 Z 7974 પ્રવાસીઓને લઈને ઉપડી હતી.(accident on Dharampur Valsad Road)

નશામાં ધૂત એટી બસ ચાલકે રાહદારીને ટક્કર મારી

રાહદારીને મારી ટક્કર જોકે ચાલક નશો કરેલી હાલતમાં હોય બસ ડેપોથી લઈને નીકળ્યા બાદ પ્રથમ ખેરગામ રોડ બાયપાસ પાસે ડિવાઈડરમાં ભટકાવી દીધી હતી. જેને કારણે અંદર સવાર પ્રવાસીઓના જીવ તાળવે ચોંટતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. ધરમપુર વલસાડ રોડ ઉપર હોટલ હોરિઝોન નજીકમાં રોડ ઉપર સાઈડમાં ચાલીને જતા મનોજ વસાનીને ટક્કર મારતા તેઓ ફંગોળાઈ પડ્યા હતા. જેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને તાત્કાલિક શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. (Dharampur Bharuch ST Bus)

કંડકટરે સમય સુચકતા વાપરી જોકે ઘટના અંગે કંડકટરે જોતાં તેમણે તાત્કાલિક બસ અટકાવી ચાલક પાસેથી બસની ચાવી લઇ લીધી હતી. વળી ચાલકને નીચે ઉતરવા કહેતા તે પોતાના પગ ઉભો ઉભો રહી શકે નહીં એટલી હદે દારૂનો નશો કરેલો હોવાનું (ST bus driver is drunk) બહાર આવ્યું હતું. ઇજાગ્રસ્તને સારવાર અર્થે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમની ગંભીર ઇજાઓને કારણે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જે અંગે મૃતકના સ્વજનોએ પોલીસને જાણકારી આપી હતી. જ્યારે ચાલક સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે એસ.ટી. બસ ચાલકની અટકાયત કરી છે. તો બીજી તરફ ધરમપુરના અગ્રણી મનોજ વસાનીનું અકસ્માતે મૃત્યુ થતા નગરમાં શોકની લાગણી પ્રસરી છે. (ST bus accident in Dharampur)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.