વલસાડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી તારીખ 6 નવેમ્બરના રોજ યોજાનારી નાનાપોંઢા કપરાડા ખાતેની સભામાં (PM Modi Jaher Sabha at Nanapondha ) જનમેદની એકત્ર કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેની તૈયારીના ભાગરૂપે દરેક વિધાનસભા ( Gujarat Assembly Election 2022 ) દીઠ બેઠકોનો દોર યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ધરમપુર ખાતે પણ આજે એક વિશેષ બેઠક ( Valsad BJP Meeting ) જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત દીઠ 2500થી 3000 લોકોને સભામાં લઈ જવા માટેના લક્ષ્યાંક આપવામાં આવ્યા છે.
વડાપ્રધાનની ચૂંટણી પ્રચાર સભાનો વલસાડ જિલ્લાથી પ્રારંભ ગણતરીના કલાકોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )જાહેર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 નવેમ્બરના રોજ નાનાપોઢા ખાતેથી પોતાની ચૂંટણીલક્ષી પ્રચાર સભાનું (PM Modi Jaher Sabha at Nanapondha )આયોજન વલસાડ જિલ્લાથી કરી રહ્યા છે જેને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની નાનાપોંઢામાં જાહેરસભાને લઇ અહીંના કાર્યકર્તાઓ માની રહ્યા છે કે તેમના આવવાથી વલસાડ જિલ્લાની પાંચે વિધાનસભા બેઠકને વડાપ્રધાનની સભાનો સીધો ફાયદો મળશે અને આગામી ચૂંટણીમાં પાંચે વિધાનસભા ઉપર ભાજપનો ભગવો લહેરાશે.
ધરમપુર મેરેજ હોલ ખાતે બેઠક યોજાઈ ધરમપુર વિધાનસભામાં આયોજનલક્ષી બેઠક ( Valsad BJP Meeting ) મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સભ્ય તમામ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં ધરમપુરથી તમામ કાર્યકર્તા લઈ (PM Modi Jaher Sabha at Nanapondha ) જવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમને જણાવ્યું હતું. તેમના આવવાથી રાજકીય ગરમાટો આવશે. જનમેદની ભેગી કરવા લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
પાંચે વિધાનસભા બેઠક માટે પ્રથમ સભા કપરાડામાં યોજાશે ધરમપુરના વર્તમાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ સભામાં (PM Modi Jaher Sabha at Nanapondha ) પાંચ વિધાનસભાને એક સાથે કપરાડા ખાતે સંબોધશે. વલસાડ જિલ્લાના જનતા અને કાર્યકર્તાઓનું ભાગ્ય છે કે વડાપ્રધાન ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના ( Gujarat Assembly Election 2022 ) શ્રીગણેશ પોતાની પ્રથમ સભા કપરાડા ખાતેથી આયોજિત કરીને કરી રહ્યા છે. જોકે તેને સફળ બનાવવા માટે તમામ કાર્યકર્તાઓ ( Valsad BJP Meeting ) તનતોડ મહેનત કરી રહ્યા છે. જિલ્લા પંચાયત દીઠ દરેક કાર્યકર્તાને મોદીની સભામાં લઈ જવા માટે અત્યારથી જ આયોજનના દોર શરૂ થઈ ગયા છે. ત્યારે વડાપ્રધાનની ચૂંટણીલક્ષી સભાથી વલસાડને કેટલો ફેર પડશે એ તો ચૂંટણી પરિણામ જ બતાવશે.