વલસાડ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં એકમાત્ર વિજ્ઞાન કેન્દ્ર આવેલું હોય તો તે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલું છે, અને આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં સમયાંતરે વિવિધ કાર્યક્રમનું આયોજન થતું રહે છે, હાલ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે વિજ્ઞાન કેન્દ્રની બહારના ભાગે બનાવવામાં આવેલી ડાયનાસોર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવી રહ્યા છે, અને પોતાના બાળકો અને કુટુંબ પરિવાર સાથે ડાયનાસોર પાર્કની મુલાકાતે લોકો આવતા જોવા મળી રહ્યા છે.
આ વિજ્ઞાન કેન્દ્રમાં માત્ર ડાયનાસોર પાર્ક જ આકર્ષણનું કેન્દ્ર નહીં હોઈ ગણિત હોય કે વિજ્ઞાન આ બંને વિષયને અનુરૂપ બાળકોને જાણકારી મળે તે માટેનું વિવિધ પ્રકારના સાધનો મૂકવામાં આવ્યા છે, જેથી વિજ્ઞાન અંગેની તેમને પૂરતી સમજ મળી શકે હાલ વલસાડ જિલ્લામાં જ નહીં પરંતુ નવસારી સુરત વડોદરા કે અમદાવાદ કે પછી મહારાષ્ટ્ર આ સમગ્ર વિસ્તારમાંથી લોકો પોતાના બાળકો સાથે અહીં આવી રહ્યા છે.
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં બનાવવામાં આવેલી મિરર ગેલેરી અહીં આવનારા લોકો માટે ઘેલુ લગાડનારી બની રહી છે, ખાસ કરીને ભૂલભૂલૈયાની વાત કરીએ તો બાળકોને તે ખૂબ જ આકર્ષિત કરે છે, મિલન ગેલેરીમાં વિવિધ કાચની સામે ઊભા રહીને બાળકો સેલ્ફીઓ પણ લઈ શકે છે, આ સમગ્ર આકર્ષણો હાલ જોવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે.