ETV Bharat / state

Covid-19: કપરાડા તાલુકાના દાદરા-નગર-હવેલીની બોર્ડર પર આવેલા ગામોના લોકો પરેશાન

વૈશ્વિક મહામારી કોરોનાને લઈને સમગ્ર જગ્યા ઉપર lockdownની પરિસ્થિતિ છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કેટલાક ગામોના લોકો ભૌગોલિક પરિસ્થિતિને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે.

author img

By

Published : May 6, 2020, 3:48 PM IST

Etv Bharat, Gujarati News, Valsad News, Covid 19
Valsad News

વલસાડઃ કપરાડા તાલુકાના 15થી વધુ જેટલા ગામો દાદરા નગર હવેલીની બોર્ડર ક્રોસ કરીને જવાની ફરજ પડે છે, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દ્વારા આ માર્ગ ઉપર બેરીકેટ ગોઠવીને લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે આ પંદર જેટલા ગામોના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે 8 ગ્રામ પંચાયતના લોકોએ કપરાડા મામલતદાર સમક્ષ રાંધાનો માર્ગ ખુલ્લો કરવા માટે રજૂઆત કરી છે.

કપરાડા તાલુકાના હૈદલબારી, સુકલ બારી, કસ્તુનિયા, ખાતુનીયા, અસ્ટોલ, કેતકી ઉમલી, પેંધારદેવી, ટીસકરી જંગલ,કરચોન્ડ, વારોલી જંગલ,બુરવડ,ફતેપુર, પીપરોળ, રાયમલ નગર, મધુબન જેવા ગામોમાં જવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના રાંધા ગામની સીમમાંથી પસાર થઈ આ ગામોમાં જવાનો મુખ્ય માર્ગ હોય છે. પરંતુ કોરોનાની બિમારીને લઇને દાદરા અને નગર હવેલી પ્રશાસન એટલે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા આ મુખ્ય માર્ગ ઉપર આવેલા રાંધા ગામ ખાતે બેરીકેટ મૂકી પોલીસ કાફલો મૂકી દેવામાં આવ્યો છે.

Etv Bharat, Gujarati News, Valsad News, Covid 19
રજૂઆત નોટિસ

જેના કારણે આ ગેટની સામેની તરફ આવેલા ગુજરાતના ગામોના લોકોને બહાર નીકળવાની મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં અહીંના લોકો નાદુરસ્ત હોય કે જરૂરી કામ હોય તો જ તેઓ નીકળતા હોય છે. તેમ છતાં પણ કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મૂકવામાં આવેલા પોલીસ કાફલા દ્વારા તેઓને અહીં જ રોકી લેવામાં આવી રહ્યા છે. જેના કારણે આ પંદર ગામના લોકોની સ્થિતિ હાલ દયનીય બની છે.

મહત્વનું છે કે, આ ગામના સ્થાનિક સરપંચે જણાવ્યું કે, જો તેઓને આ ગામમાં જવું હોય તો રાંધા ચેકપોસ્ટ ઉપરથી માત્ર બે કિલોમીટરના તેઓ પોતાના ગામ પહોંચી શકે છે. પરંતુ અહીં ચેકપોસ્ટ મૂકવાને કારણે આ ગામના લોકોને લગભગ 20 કિલોમીટર જેવો ચકરાવો કાપી ખાતુંનિયા ગામ થઈને કપરાડા સુધી જવાની ફરજ પડી રહી છે, ત્યારે જો આવા સમયે જો કોઇ દર્દી હાલત ગંભીર હોય અને તેઓને જવા દેવામાં ન આવે તો નક્કી આવા સમયે તેનું મોત નિશ્ચિત બની શકે છે.

આ ઉપરાંત બુધવારે 8 ગ્રામપંચાયતના સરપંચોએ કપરાડા મામલતદાર સમક્ષ લેખિત રજુઆત કરી હૈદલબારી રાંધા થઈ વડધા રસ્તો ખુલ્લો મુકવામા આવે એવી માગ કરી છે. જોકે આ બાબતે મામતદાર કલ્પેશભાઈએ તેમની રજુઆતને ધ્યાને લઇ પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી જિલ્લા કલેકટર સમક્ષ તેમની ફરિયાદ અંગે ઘટતું કરવા રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. આ 15 ગામના સ્થાનિક લોકોની માગ છે કે, અહીંના રાજ્યકક્ષાના પ્રધાન વલસાડ જિલ્લા કલેકટર અને દાદરા અને નગર હવેલીના કલેકટર દ્વારા આ પંદર ગામના લોકોને માટે ઘટતું કરી આપાતકાલીન સમયમાં રાંધા ચેકપોસ્ટ ઉપરથી આવન-જાવન માટે પરવાનગી આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હાલમાં આ પંદર ગામના લોકો આપાતકાલીન સમય હોય તો જ ગામની બહાર નીકળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.