- પારડી પોલીસે કારમાં દારૂ લઇ જતા ચાર ઉચ્ચ સરકારી અધિકારી અને એક ડ્રાઈવરની કરી ધરપકડ
- કુલ પાંચ લોકોની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી
- દારૂની બોટલ અને 13 ટીન બિયર મળી 4 લાખ કરતા વધારે મુદ્દામાલ કર્યો કબ્જે
વલસાડ: પારડી પોલીસે પાતળિયા ચેકપોસ્ટ પર આર્ટિકા કારમાં દારૂ લઇ જતા ચાર ઉચ્ચ સરકારી અધિકારી અને એક ડ્રાઈવરને ઝડપી પાડ્યા છે. કુલ પાંચ લોકોની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પારડી પોલીસની ટીમ રાબેતા મુજબ પાતળિયા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતી તે દરમિયાન તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા.
કોણ કોણ દારૂની હેરાફેરીમાં હતુ સામેલ જાણો..
1.સંજીવકુમાર બાલક્રિષ્ણા રોય
વડોદરામાં જીએસટી વિભાગના સુપ્રિટેન્ડન્ટ
2. હરેન્દ્રકુમાર રાજારામ યાદવ
સુરતમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં ઇન્સ્પેકટર
3.રાકેશકુમાર મહેન્દ્ર શર્મા
સુરતમાં ડિરેકટર જીએસટી વિભાગમાં સિનિયર ઇન્ટીલીઝન ઓફિસર
4.દિપકકુમાર બચ્ચાંસિંગ સિંગ
સુરતમાં જીએસટી વિભાગમાં સુપરિટેન્ડન્ટ
5.માનવીરસિંગ વિરપાલસિંગ સિંગ
ડ્રાઈવર
આવા ઉચ્ચ અધિકારીઓ દારૂની હેરાફેરી સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.પારડી પોલીસે કાર અને દારૂ મળી 4,03,200નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.