ETV Bharat / state

પારડી પોલીસે નાસિકના ડોક્ટર દંપતીની દારૂ સાથે કરી ધરપકડ - પારડી

મહારાષ્ટ્ર નાસિક ડિંડોલી ખાતે હોસ્પિટલ ચાલવતા ડોકટર દંપતી દમણની સહેલગાહે આવી પરત ફરતા દમણથી અલગ અલગ બ્રાન્ડનો 57 હજારનો દારૂ કારમાં લઇ પાતળીયા ચેકપોસ્ટથી પસાર થતા પારડી પોલીસના હાથે ઝડપાયા હતાં.

xz
sd
author img

By

Published : Dec 19, 2020, 10:42 AM IST

  • દમણની સેલગાહે આવેલા નાસિકનું તબીબ દંપતીને દારૂ જોડે લઈ જવો પડ્યો ભારે
  • પાતળિયા ચેકપોષ્ટ ઉપર પારડી પોલીસે વાહન ચેકીંગમાં ઝડપી લીધા
  • નાસિકના ડિંડોલીમાં તબીબ પ્રેક્ટિસ કરે છે દંપતી
  • પાતળિયા ચેકપોષ્ટ ઉપર વાહન ચેકીંગમાં કારમાં દારૂ મળી આવ્યો

    પારડીઃ પારડી પોલીસની ટીમ ગુરુવારના રોજ પાતળીયા ચેકપોસ્ટ આગળ વાહન ચેકીંગ કરી રહી હતી એ દરમિયાન દમણથી એક કારને પોલીસે અટકાવી હતી. કારની તલાશી લેતા કારમાંથી રૂપિયા 57900ની ટીચર, બ્લેક એન્ડ વ્હાઇટ, ડિવોર્સ, સિગ્નેચર, વોડકા, જેવી દારૂની બાટલી નંગ 34 મળી આવી હતી.

    ડીંડોરીના થોરાત હોસ્પિટલના ડોકટર દંપતીની પોલીસે ધરપકડ કરી

    પોલીસે કાર સવાર દિપક દગડુભાઈ થોરાત ઉ.48 અને તેની પત્ની પ્રિયાબેન દિપકભાઈ થોરાત ઉ.43 બંનેની ધરપકડ કરી હતી. આ કાર પર ડોક્ટરનું સ્ટીકર લાગ્યું હોવાથી તપાસ કરતા ડોક્ટર દંપતી હોવાનું જાણવા મળ્યું હતુ અને દંપતી ડીંડોરીમાં થોરાત હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
    પારડી પોલીસે નાસિકના ડોક્ટર દંપતીની દારૂ સાથે કરી ધરપકડ

    કારમાં દારૂ લઈ જવો ભારે પડ્યો

    પોલીસે 57900નો દારૂ અને એમજી હેકટર કાર મળી કુલ્લ રૂપિયા 15 લાખ 57 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આમ, દમણની સહેલગાહે આવેલુ નાસિકનું તબીબ દંપતી દમણનો સસ્તો દારૂ ભરી પોતાની સાથે નાસિક લઈ જવાઈ જતું હતું પરંતુ તેમને દારૂ લઇ જવાનું ભારી પડી ગયું છે. પોલીસે હાલ તેમની મોંઘીદાટ કાર અને બંને તબીબ દંપતીની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.