ETV Bharat / state

પારડી નગરપાલિકા ચૂંટણી: બન્ને પક્ષોએ સમયસર મેન્ડેટ રજૂ નહીં કરતા ચૂંટણી મુલતવી

પારડી નગરપાલિકા ખાતે આજે સોમવારે આગામી અઢી વર્ષના ગાળા માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટેની વિશેષ બેઠક ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં 15 મિનિટના સમય ગાળામાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે પોતાનું મેન્ડેટ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ નહીં કરી શકતા આખરે ચૂંટણી અધિકારીએ સમય પૂર્ણ થઈ ગયો હોવાની જાહેરાત કરીને કાર્યક્રમ મોકૂફ રાખી દીધો હતો. જેમાં બન્ને પક્ષોમાં મેન્ડેટમાં જાહેર થયેલા નામોના પ્રમુખ બનવાના સપના અધૂરા રહી ગયા હતા.

પારડી નગરપાલિકા ચૂંટણી
પારડી નગરપાલિકા ચૂંટણી
author img

By

Published : Aug 24, 2020, 3:33 PM IST

  • પારડી નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી મુલતવી
  • સમયસર મેન્ડેટ રજૂ ન કરાતા ચૂંટણી અધિકારીઓએ કાર્યક્રમ મોકૂફ રાખ્યો
  • કોંગ્રેસ સભ્યોએ કર્યા આક્ષેપ
  • આગામી સમયમાં નવી તારીખ જાહેર થયા બાદ ચૂંટણી યોજાશે

વલસાડઃ જિલ્લામાં આજે સોમવારે વલસાડ, પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જે પૈકી પારડી નગરપાલિકાના સભાખંડમાં આજે સોમવારે 11:00 વાગ્યે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક મળી હતી.

પારડી નગરપાલિકા ચૂંટણી
પારડી નગરપાલિકા ચૂંટણી

આ બેઠકમાંં પારડી નગરપાલિકાના કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, ભાજપ અને કોંગ્રેસ આ બન્ને પક્ષે પોતાના મેન્ડેટમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામો જાહેર કર્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં પ્રમુખ પદ તરીકે હસુભાઇ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે અમિષાબેન મોદી, જ્યારે ભારતીય કોંગ્રેસ પક્ષમાં પ્રમુખ તરીકે ગુરમિત સિંહ અને ઉપપ્રમુખ તરીકે સોનલબેન પટેલના નામો જાહેર કર્યા હતા. પરંતુ આ બન્ને પક્ષે ચૂંટણી અધિકારી તરીકે બેસેલા પ્રાંત અધિકારીને પોતાના મેન્ડેટ 15 મિનિટ પૂર્ણ થવા છતાં સુપર ન કર્યા હતા. જેને લઈને પ્રાંત અધિકારીએ આ સમગ્ર કામગીરી મોકૂફ રાખી દીધી હતી. જેના કારણે બન્ને પક્ષના જાહેર થયેલા નામો અને પ્રમુખ પદ માટે થનગની રહેલા ઉમેદવારના સપના ઉપર પાણી ફરી વળ્યું હતું.

પારડી નગરપાલિકા ચૂંટણી

આગામી દિવસમાં ફરીથી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે નવી તારીખો જાહેર કરાશે જે બાદ ચૂંટણી યોજાશે.

કોંગ્રેસ સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓએ પોતાના મેન્ડેટમાં તમામ નામો સમયસર અધિકારી સમક્ષ આપી દીધા હતા, પરંતુ તેમ છતાં પણ કોઈ કારણસર ચૂંટણી અધિકારીએ સમય પૂર્ણ થઈ ગયો હોવાની જાહેરાત કરી હતી.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાંક દિવસથી ભારતીય જનતા પાર્ટીમાં અનેક નામો પ્રમુખ તરીકે ચર્ચામાં હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં જે નામો ચર્ચામાં હતા તેમાંથી એક પણ નામ બહાર ના આવતા હસુભાઇ રાઠોડનું નામ બહાર આવ્યું હતું. જેના કારણે ભારતીય જનતા પાર્ટીના સભ્યોમાં પણ સોપો પડી ગયો હતો અને ચૂંટણી અધિકારીએ સમગ્ર કાર્ય મોકૂફ કરી દેતાં બન્ને પક્ષોમાં નારાજગી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.