ભાવનગર: શહેરના રોયલ કોમ્પ્લેક્ષમાં મળેલી 500 દરની નકલી નોટ મળી આવતા ખળભળાટ મચ્યો હતો. ઘટનાને પગલે DSP અને IGને ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનાને કારણે SOG, LCB સહિત પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી. જો કે નકલી નોટના પેપરને લઈને તેની માત્રા ચકાસવા પણ પોલીસે કમરકસી છે કે આખરે પેપર કયા છે? આ સાથે જાહેરનામા ભંગ બદલ કોમ્પ્લેક્ષવાળાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ભાવનગર શહેરમાં અચાનક કચરામાંથી 500 દરની ચલણી નોટો મળી હોવાની બાતમી મળતા ભાવનગર DSP અને IG સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે તાજેતરમાં મુંબઇમાં ઝડપાયેલો યુવાન ગુજરાતનો હોવાથી મુંબઈ કનેક્શન છે કે નહીં તેને લઈને પોલીસે તપાસ આદરી હતી. જો કે પોલોસ હજુ પ્રાથમિક તપાસ કરી રહી છે.
500ની નોટ જેવી દેખાતી ડુબલીકેટ નોટ: ભાવનગર ડીએસપી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, "ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પલેક્ષના ભોંયરામાં પડેલા કચરાની સાથે ભારતીય દરની 500 રૂપિયાની નોટ જેવી દેખાતી ચલણી નોટ પડેલ છે તેવી માહિતી મળતા સ્પેશિયલ ઓપરેશનના અધિકારી અને ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયા હતા. તપાસ કરતા કુલ 95 જેટલી ભારતીય દરની 500ની નોટ જેવી દેખાતી ડુપ્લિકેટ નોટ મળી આવી છે. જે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રિન્ટ કરેલી અથવા ઝેરોક્ષ કરેલી જણાઈ આવે છે. કોઈ પણ વ્યક્તિએ આનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પોતાની પાસે રાખી હોય અને કોઈ કારણસર કચરામાં ફેંકી દીધી હોય એવી પ્રાથમિક શક્યતાઓ જણાઇ આવે છે."
કોના દ્વારા નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે? CCTV કોમ્પ્લેક્ષના અને ભૂતકાળના આરોપીની ચકાસણી મુદ્દે DSP ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, "આ કોમ્પ્લેક્ષમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસ તથા અન્ય દુકાનોમાં તપાસ કરવાની ગતિવિધિ હાલ ચાલુ છે. આજુબાજુના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. એ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ખરેખર આ કેટલા સમય પહેલાથી આ નોટ અહીંયા કોઈ નાખી ગયેલ છે? કોના દ્વારા નોટનું પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે? અને કોણે એની ઝેરોક્ષ કરી છે? સાથે સાથે ભૂતકાળમાં નકલી નોટોના કેસમાં પકડાયેલા આરોપીઓની ગતિવિધિ તેમજ ફોન ડિટેલ્સ તપાસવામાં આવી રહી છે. જેનાથી પોલીસ આરોપી સુધી પહોંચી શકે. આ ઉપરાંત જાહેરનામાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
મુંબઇ કનેક્શનને પગલે સીરીયલ નંબરની ચકાસણી: ડીએસપી ડૉ. હર્ષદ પેટલે વધુમાં જણાવતા કહ્યું હતું કે, "અત્યારે હાલ મુંબઈમાં જે નકલી નોટનો વિષય ચાલી રહ્યો છે એના સીરીયલ નંબર અને ભાવનગરમાંથી જે ઝેરોક્ષ નોટો મળી મળી આવી છે તેના સીરીયલ નંબર એક સમાન છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ નોટોની ક્વોલિટી કમ્પેર કરવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે."
આ પણ વાંચો: