ETV Bharat / state

MP ના CM અને ઉચ્ચ સચિવો બે દિવસના ગુજરાત પ્રવાસે, ગુજરાત મોડેલની સિદ્ધિઓથી થયા પ્રભાવિત - MP CM GUJARAT VISIT

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવશ્રીઓનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની દ્વિ દિવસીય મુલાકાતે છે.

MP ના સીએમ અને ઉચ્ચ સચિવો ગુજરાતની મુલાકાતે
MP ના સીએમ અને ઉચ્ચ સચિવો ગુજરાતની મુલાકાતે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2024, 10:36 PM IST

ગાંધીનગર: મધ્યપ્રદેશના સીએમ ડૉ. મોહન યાદવ અને તેમના સચિવોનું પ્રતિનિધિ મંડળ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉચ્ચ સચિવો ગુજરાત મોડેલની સિદ્ધિઓથી પ્રભાવિત થયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તથા રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે મધ્યપ્રદેશના આ પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

MP ના સીએમ અને ઉચ્ચ સચિવો ગુજરાતની મુલાકાતે
MP ના સીએમ અને ઉચ્ચ સચિવો ગુજરાતની મુલાકાતે (Etv Bharat Gujarat)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાત જનહિતકારી સુશાસનથી પ્રજાકલ્યાણ યોજનાઓ અને કાર્યોમાં ઈનોવેશન તથા ટેક્નોલોજીના સમુચિત ઉપયોગથી દેશનું રોલ મોડલ બન્યું છે -મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ

આ ઉચ્ચ સ્તરિય બેઠકમાં કરવામાં આવેલા વિવિધ પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાતે મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજીસ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા સક્ષમતા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આત્મનિર્ભરતા, ફાર્માસ્યુટીકલ, બલ્ક ડ્રગ, MSME સેક્ટરમાં ગુજરાતની પહેલ રૂપ સિધ્ધિઓ તથા શહેરી વિકાસ યોજનાઓમાં પારદર્શીતા સાથે અદ્યતન સુવિધા સભર ટાઉન પ્લાનીંગ, વિવિધ વિકાસ યોજનાઓનું સેચ્યુરેશન એપ્રોચથી અમલીકરણ તેમજ ઈમર્જીંગ સેક્ટર એવા સેમી કન્ડક્ટર ઉદ્યોગો માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ અને માર્ગ વાહન વ્યવહાર જેવા ક્ષેત્રોમાં ગુજરાતના ઈનીશ્યેટીવ્ઝની વિસ્તૃત જાણકારી મેળવીને સુચારુ અમલીકરણની પ્રશંસા કરી હતી.

MPના મુખ્યમંત્રીએ ગુજરાતના આ વિકાસ મોડલ સંદર્ભે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વગ્રાહી વિકાસનો જે મજબુત પાયો નાખ્યો છે, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમતાપૂર્વક નવી ઊંચાઈએ પહોંચાડવા જે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તે અભિનંદનીય છે.'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, 'વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત મળી રહેલા માર્ગદર્શનથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બન્યું છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રતિબદ્ધ છે.'

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને તેમની સાથેના વરિષ્ઠ સચિવશ્રીઓએ આ બેઠક અગાઉ સી.એમ. ડેશબોર્ડની બહુવિધ ગતિવિધિઓ નિહાળીને રીયલ ટાઈમ મોનીટરીંગ તથા જનસંવાદ કેન્દ્ર દ્વારા ફિડબેક મિકેનીઝમની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

ડૉ. મોહન યાદવે ગુજરાતની આ પહેલોને મધ્યપ્રદેશમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની જાણકારી મેળવવામાં પણ રસ દાખવ્યો હતો અને ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને આ હેતુસર મધ્યપ્રદેશની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકના સમાપને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યુ હતુ.

આ પણ વાંચો:

  1. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાબરકાંઠામાં સાબરદાણ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, આ પ્લાન્ટથી પશુપાલકોને શું લાભ થશે?
  2. હવે NA માટે માત્ર 10 ટકા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.