ETV Bharat / state

Pancham Patotsav 2022: આમંત્રણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઊડ્યા, તો નરેશ પટેલે કહ્યું કે...

21મી જાન્યુઆરી 2022ના ખોડલધામ કાગવડ (kagvad khodaldham mandir) ખાતે પંચમ પટોત્સવ કાર્યક્રમ (Pancham Patotsav 2022)નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનું આમંત્રણ પાઠવવા માટે નરેશ પટેલે (naresh patel khodaldham chairman) વાપી પહોંચ્યા હતા. નરેશ પટેલના સ્વાગત માટે DJના તાલે રેલી નીકાળવામાં આવી હતી, જેમાં કોરોના ગાઈડલાઈન (corona guidelines gujarat)ના ધજાગર ઊડ્યા હતા.

Pancham Patotsav 2022: આમંત્રણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઊડ્યા, તો નરેશ પટેલે કહ્યું કે...
Pancham Patotsav 2022: આમંત્રણ કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઊડ્યા, તો નરેશ પટેલે કહ્યું કે...
author img

By

Published : Dec 27, 2021, 6:49 PM IST

વાપી: ખોડલધામ કાગવડ (kagvad khodaldham mandir) ખાતે આગામી 21મી જાન્યુઆરી 2022ના ભવ્ય પંચમ પાટોત્સવ કાર્યક્રમ (Pancham Patotsav 2022)નું આયોજન કરવામાં આવશે, જેનું આમંત્રણ પાઠવવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (naresh patel khodaldham chairman) વાપી આવ્યા હતા. વાપીમાં નરેશ પટેલનું DJના તાલે ફટાકડા ફોડી રેલી સ્વરૂપે ઉપસ્થિત સમાજના લોકો (vapi patel community)એ ભવ્ય સ્વાગત કર્યું હતું. જો કે આ કાર્યક્રમ દરમિયાન કોરોના ગાઈડલાઈન (corona guidelines gujarat)ના ધજાગરા ઊડતા પણ જોવા મળ્યા હતા.

રાજકારણમાં સારા લોકોને સાથ આપવા અનુરોધ કર્યો

ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પંચમ પાટોત્સવમાં સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું. ખોડલધામ સમિતિ વાપી-વલસાડ (khodaldham committee vapi-valsada) દ્વારા વાપીમાં લેઉઆ પટેલ સમાજ વાપી (Leuva Patel Samaj, Vapi) ખાતે કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે રાજકારણમાં સારા લોકોને સાથ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ સમાજના વાદ-વિવાદનું સમાધાન પરિવારમાં જ નિપટાવવા અપીલ કરી હતી.

DJ-બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું

વાપીમાં નરેશ પટેલનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગામી 21મી જાન્યુઆરી 2022ના કાગવડ ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થતાં હોઇ ભવ્ય પંચમ પાટોત્સવની ઉજવણી કરવાનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. વાપીમાં નરેશ પટેલનું સ્વાગત કરવા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ નરેશ પટેલનું DJ-બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત લોકોએ ફૂલહાર કરીને તો નાની બાળકીઓએ સ્વાગત નૃત્ય કરી તેમજ ખોડિયાર માતાજીના સ્વરૂપમાં કુમકુમ તિલક કરીને આવકાર આપ્યો હતો. નરેશ પટેલે તેમની સામે પણ અનેક વાવાઝોડા આવ્યા બાદ પણ પોતે અડીખમ છે તેવો કટાક્ષ કર્યો હતો.

કાર્યક્રમ સ્થળે સરકારની ગાઈડલાઈનનું પાલન થશે

કાર્યક્રમ સ્થળ પર સરકારની કોરોના ગાઈડલાઈનના નિયમોના ધજાગરા ઊડયા હતા. એક તરફ હાલમાં જ સંપન્ન થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ વિજય બનેલા સરપંચો-સભ્યોને DJ સાથેની રેલી માટે તંત્રએ પાબંધી લગાવી છે. તો અહીં નરેશ પટેલના સ્વાગતમાં તમામ નિયમો ભૂલાયા હતાં. જો કે કોરોનાના નિયમો અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે આયોજન હાથ ધર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે કોરોના (corona in gujarat) હળવો થશે, પરંતુ હાલમાં કેસ વધ્યા છે. એટલે કાર્યક્રમ સ્થળે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા

તમામને આગામી કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી.

નરેશ પટેલના સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો ભાન ભૂલ્યા હતા. મંડપમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું કોઈ પાલન જોવા મળ્યું નહોતું. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વાડી (vapi leuva patel samaj vadi) ખાતે નાના બાળકો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો રેલી સ્વરૂપે એકત્ર થયા હતા અને નરેશ પટેલને સાંભળ્યા હતા. તમામને આગામી કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat election Result 2021: વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતમાં સભ્યને માત્ર 1 જ મત મળ્યો

આ પણ વાંચો: Gram Panchayat Election Gujarat 2021: વાપી તાલુકાની PTC કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.