- ભારતીય જનતા પાર્ટીના સાત વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમો યોજાયા
- પારડી તાલુકાના સુકેસ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
- માસ્ક વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રસીકરણ અંગે જાગૃતતા લાવવા વિશેષ કાર્યક્રમો યોજાશે
વલસાડ: કેન્દ્રમાં બિરાજેલી ભારતીય જનતા પાર્ટીની સરકારને સતત સાત વર્ષ પૂર્ણ થવા આવ્યા છે આજે 30 તારીખ ના રોજ આ સાત વર્ષ પૂર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. સેવા હી સંગઠનના નામે આ કાર્યક્રમ અંતર્ગત માસ્ક વિતરણ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ રસીકરણ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે તે માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. જે પૈકી આજે પારડી તાલુકાના સુકેસ ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: પોરબંદરમાં જિલ્લા ભાજપ દ્વારા 'સેવા એ જ સંગઠન' કાર્યક્રમ યોજાયો
100 બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો
પારડી તાલુકાના સુકેસ ગામે ગ્રામ પંચાયત કોમ્યુનિટી હોલમાં સેવા હી સંગઠન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમજ યુવા મોરચાના હોદ્દેદારોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બ્લડ બેંકના કર્મચારીઓ સહિત અનેક લોકોએ ખડે પગે સેવા આપી હતી. સાથે જ બ્લડ કેમ્પ અંતર્ગત 100 જેટલી બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અનેક ગામોમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકરો આ બ્લડ કેમ્પમાં આવી પોતાનું રક્તદાન કર્યું હતું અને અન્યોને પણ રક્તદાન કરવા માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો: સરકારના સાત વર્ષ: નહીં થાય કાર્યક્રમ, અનાથ બાળકો માટે શરૂ થઈ શકે છે યોજનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ કાર્યકરોએ નિહાળ્યો
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી. જેને સમગ્ર દેશભરમાં અનેક લોકોએ સાંભળ્યો હતો તેમજ ટેલિવિઝન પર આવેલા આ કાર્યક્રમનું પ્રસારણને અનેક કાર્યકરોએ નિહાળ્યો હતો. જેને અનુલક્ષીને સુકેસ ગામે પણ ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોએ આ કાર્યક્રમને ગામના સરપંચના નિવાસ્થાને બેસીને નિહાળ્યો હતો અને વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ તેમજ કોવિડ-19 દરમિયાન ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામ કરતા દરેક્ની કામગીરીને બિરદાવી હતી.