- પોલીસ જવાનોએ તિરંગાને આપી સલામી
- ફરજ પર જતાં પહેલાં તિરંગાને સલામી આપી
- પોલીસ ઇન્સ્પેકટરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
વાપી : વાપીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે પ્રજાસત્તાક પર્વના દિવસે ફરજ પર રવાના થતા પહેલા પોલીસ જવાનોએ પોલીસ સ્ટેશનમાં તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. વાપીમાં ટાઉન પોલીસ મથક સહિતના તમામ પોલીસ મથકમાં જિલ્લાભરના પ્રજાસત્તાક પર્વ કાર્યક્રમ પહેલાં પોલીસ સ્ટેશનમાં તિરંગાને સલામી આપવામાં આવે છે. આજે પ્રજાસત્તાક પર્વના દિવસે ફરજ પર રવાના થતા પહેલા પોલીસ જવાનોએ પોલીસ સ્ટેશનમાં તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
સાવધાનની મુદ્રામાં ઉભા રહી પોલીસ જવાનોએ આપી સલામી
વાપીમાં વાપી ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી ટાઉન સહિતના પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનોએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે એકી સાથે સાવધાનની મુદ્રામાં ઉભા રહી તિરંગાને સલામી આપી હતી. જે બાદ તમામ પોલીસ કર્મચારીઓ તેમની ફરજના નિયત સ્થળે રવાના થયા હતા.