- વલસાડના અને પાલનપુર રહેતા યુવકની અનોખી પહેલ
- યુવકે જૂના ચલણી સિક્કાઓ અને નોટનો કર્યો સંગ્રહ
- પરિવારના સભ્યો અને મિત્રો પણ તેને કરી રહ્યા છે સહયોગ
વલસાડ : જિલ્લાના ધમડાચી ગામના પીર ફળિયામાં રહેતા નિરલ પટેલ. જેઓ હાલ પાલનપુરના દાંતીવાડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમને 15 વર્ષ પહેલા મળેલા 10 પૈસાના સિક્કાઓને લુપ્ત થઇ જતા આજની પેઢી ઓળખી શકે તેવા ઉમદા હેતુથી તેમણે ચલણી સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આજે એમની પાસે 10 કિલોથી વધુ સિક્કાઓ એકત્ર છે.
![Palanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-05-unichobbyofyungboyofvalsad-specialstory-avb-gj10047_28112020163059_2811f_1606561259_233.jpg)
દેશ-દુનિયાના સિક્કાનો કર્યો છે સંગ્રહ
નિરલ પટેલે એકત્ર કરેલા અનેક ચલણી સિક્કાઓમાં 30થી વધુ દેશોનું ચલણ સામેલ છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, નેપાળ, ભૂતાન તેમજ અરબ દેશોના સિક્કાઓ તો ખરા જ સાથે સાથે ભારત દેશના અનેક નેતાઓ અને મહાનુભવોની છબી ધરાવતા સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં સામેલ છે. નિરલ પટેલના સિક્કા સંગ્રહ કરવાના શોખમાં તેમના પરિવાર અને તેમના મિત્રો પણ તેમને સહયોગ આપી રહ્યા છે. જ્યારે પણ કોઈ મિત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે, કોઈ ખૂબ જ જૂનો સિક્કો મળી આવે તો તેઓ નિરલ પટેલનો સંપર્ક કરી એમને સંગ્રહ માટે આપે છે. એટલે કે, તેમના આ કાર્યમાં તેઓ નિરલ પટેલને પ્રોત્સાહન આપી સહયોગ કરી રહ્યા છે
![Palanpur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-05-unichobbyofyungboyofvalsad-specialstory-avb-gj10047_28112020163059_2811f_1606561259_486.jpg)
પ્રથમ વિશ્વ યુદ્ધમાં સૈનિકોને બહાદુરી માટે આપવામાં આવેલ દુર્લભ સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં સામેલ
ઈ.સ 1904 થી 1918 સુધીમાં યોજાયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ બ્રિટિશ તરફથી વિશ્વ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું અને આ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોને બ્રિટિશ સરકાર તરફથી બહાદુરીનું મેડલ આપવામાં આવ્યું હતું. આ દુર્લભ મેડલ પણ નિરલ પટેલના સંગ્રહમાં સામેલ છે. જેને તેઓ અતિ દુર્લભ હોવાનું માની રહ્યા છે.
આ સિક્કાઓ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી
આમ લુપ્ત થતા જતા ચલણી સિક્કાઓ અને નોટ જે આવનારી પેઢીને ક્યારેય જોવા નહીં મળે એને સંગ્રહ કરીને આવનારી પેઢીને જોવા મળે એવા ઉમદા હેતુથી નિરલ પટેલ નામના મૂળ વલસાડના શિક્ષક એકત્ર કરી રહ્યા છે. આ સિક્કાઓ અને તેમનો આ શોખ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે, લુપ્ત થતા જતા ચલણી સિક્કાઓ માર્કેટમાં શોધીએ ત્યારે મળતા નથી. ત્યારે નિરલ પટેલ જેવા યુવાને કરેલી આ અનોખી પહેલ આજની પેઢી તેમજ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે.