વલસાડ ગીધએ કુદરતનું (Vulture Population in Valsad District) સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી છે. પરંતુ ગીધની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ગીધની ગણતરી કરવામાં આવે છે. ત્યારે વલસાડ જીલ્લામાં પણ એક જ સ્થળે ગીધની (Number of vultures) વસ્તી જોવા મળી છે.
ગીધનો વધારો વલસાડ જીલ્લામાં પણ એક જ સ્થળે ગીધની વસ્તી (Vulture population in Valsad) જોવા મળે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ગીધની વસ્તીમાં કુલ 8 જેટલા ગીધનો વધારો ગત વર્ષ કરતા જોવા મળ્યો છે. જે બહુ મોટી વાત કહી શકાય કારણ કે સમય ની સાથે સાથે ગીધ પક્ષી હાલમાં જવલ્લે જ જોવા મળતું પક્ષી છે. ત્યારે કપરાડા તાલુકાના હુડા વિસ્તારમાં જંગલ વિભાગ દ્વારા તેના માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગીધનું ટોળું જોવા મળે છે. ત્યારે ગત રોજ ગણતરી કરતા ગત વર્ષ કરતા 8 ગીધ વધુ નોધાયા છે.
વિશેષ યોજના નામશેષ થતી આ વિશેષ પ્રજાતિને બચાવવા સરકાર દ્વારા વિશેષ યોજના મુકવામાં આવી છે. સાથે જ દર 5 વર્ષે તેની ગણતરી કરવામાં આવે છે તેને વિશેષ સુરક્ષા અને અનુકૂળ વાતાવરણ મળે તે માટે
વિશેષ યોજના દેખરેખ જંગલ વિભાગ દ્વારા રખવામાં આવી છે. જેના માટે વિશેષ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. જેથી આ લુપ્ત થતા જીવ ને બચાવી શકાય.આમ વલસાડ જીલ્લામાં કપરાડા ખાતે ગીધ ગણતરી કરવામાં આવતા ગત વર્ષ કરતા 8 જેટલા ગીધ વધારે જોવા મળ્યા છે. જેને લઇ જંગલ વિભાગના (Forest Division Valsad) આધિકારીને પણ કામગીરી કર્યા નો આનંદ જોવા મળ્યો છે.