- વલસાડ જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાયા
- જૂન-જુલાઈમાં સરેરાશ 20 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો
- સામાન્ય વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા
વલસાડ : જિલ્લામાં જૂન-જુલાઈ માસમાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લાના 6 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ (average rainfall) 20 ઇંચથી 13 ઇંચ વચ્ચે નોંધાયો છે. જોકે, સામાન્ય વરસાદ (Slight rainfall)માં પણ જિલ્લાના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાથી રસ્તાઓ બિસ્માર બન્યાં છે.
ચોમાસા દરમિયાન જિલ્લામાં સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ આવે
જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે. જોકે, આ વખતે વરસાદ ખેંચાતા ડાંગર-નાગલી, શાકભાજી, કઠોળનું વાવેતર કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જ્યારે 2 દિવસથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસતા સારા વરસાદની આશા જાગી છે.
આ પણ વાંચો : Heavy Rain In Porbandar : જિલ્લામાં 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ઉમરગામ તાલુકામાં સૌથી 20.34 ઇંચ વધુ વરસાદ
જિલ્લાના તમામ 6 તાલુકા મથકમાં જૂન જુલાઈમાં પડેલા વરસાદની વાત કરીએ તો, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 20.34 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુર તાલુકામાં સૌથી ઓછો 13.77 ઇંચ વરસાદ નોંધાયો છે. એ ઉપરાંત વાપીમાં 17.33 ઇંચ, વલસાડમાં 16.66 ઇંચ, કપરાડામાં 17.02 ઇંચ અને પારડી તાલુકામાં 18.83 ઇંચ વરસાદ નોંધાયો છે.
મુખ્ય માર્ગો પર ઠેરઠેર પડેલા ખાડાઓમાં પાણી ભરાયા
જિલ્લામાં 2 દિવસથી છુટ્ટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સામાન્ય વરસાદ (Slight rainfall)માં જ મુખ્ય માર્ગો પર ઠેરઠેર પડેલા ખાડાઓમાં પાણી ભરાયા છે. કેટલાક ઠેકાણે વરસાદને કારણે ખાડાઓ પડ્યા છે. આ ખાબોચિયાઓમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. ભારે વરસાદમાં રસ્તાની શુ હાલત થશે તેની ચિંતા સેવી રહ્યા છે.
સામાન્ય વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા
આ વર્ષે જૂન-જુલાઈમાં નહિવત વરસાદ (Slight rainfall) વરસ્યો છે. સામાન્ય વરસાદ (Slight rainfall)ને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અસહ્ય ઉકળાટથી શહેરીજનો-ગ્રામ્યવાસીઓ તોબા પોકારી રહ્યાં છે. જિલ્લાના 6 તાલુકામાં સિઝનનો સરેરાશ વરસાદ (average rainfall) 20 ઇંચથી 13 ઇંચ વચ્ચે નોંધાયો છે. જોકે, સામાન્ય વરસાદ (Slight rainfall)માં પણ જિલ્લાના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો -
- સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે દ્વારકામાં 3 નંબરનું સિગ્નલ, સાગરખેડૂઓને દરિયો ન ખેડવા સૂચના
- ગીરના જંગલમાં પ્રથમ વરસાદમાં ભરાયેલા ખાબોચિયામાં સિંહ બાળના છબછબિયા, જૂઓ વીડિયો...
- Heavey Rain In Himachal Pradesh : વરસાદના વીધે નાળાઓ ઉભરાયા, લોકોની અવર-જવર બંધ
- Heavy rainfall forecast in Gujarat: રાજ્યમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
- Jamnagar Rain Update: લાલપુર, જામજોધપુર, કાલાવડ જેવા વિસ્તારોમાં નોંધાયો વરસાદ
- Rain Update: સુરત જિલ્લામાં મેઘરાજાએ સાચવ્યું અષાઢી બીજનું મહુર્ત, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
- Dang Rain: જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
- હૈદરાબાદમાં મેઘરાજાની મહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન
- નખત્રાણાની બજાર જળબંબાકાર, વરસાદથી રાજ્ય ધોરીમાર્ગ થયો બંધ
- વરસાદને કારણે ઋષિકેશ-ગંગોત્રી National Highway-94 પર નવા બનેલા રોડને નુકશાન