ETV Bharat / state

RT PCR રિપોર્ટ વગર 'નો એન્ટ્રી' : ભિલાડ ચેકપોસ્ટ ખાતેથી પ્રવાસીઓને પરત મોકલાયા - RT PCR report

કોરોનાના કહેર વચ્ચે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકો પાસે RT PCR રિપોર્ટ હોય તો જ એન્ટ્રી આપવાનો આદેશ સરકારે કર્યો છે. જે બાદ ગુજરાત મહારાષ્ટ્રના ભિલાડ બોર્ડર ખાતે ખાનગી બસમાં આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા RT PCR રિપોર્ટ વગર ગુજરાતમાં આવતા લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે.

RT PCR રિપોર્ટ
RT PCR રિપોર્ટ
author img

By

Published : Apr 5, 2021, 4:18 PM IST

  • ભિલાડ ચેકપોસ્ટ પર RT PCR રિપોર્ટ વગરના પ્રવાસીઓને 'નો એન્ટ્રી'
  • ખાનગી બસના પ્રવાસીઓને પરત મોકલવામાં આવે છેે
  • હાઇવે પર લક્ઝરી બસનો જમાવડો

વલસાડ : 1 એપ્રિલથી ગુજરાતમાં આવતા અન્ય રાજ્યના લોકોએ ફરજિયાત નેગેટિવ RT PCR રિપોર્ટ લઈને આવવાનો આદેશ સરકારે આપ્યો છે. જેને અંતર્ગત ભિલાડ બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. RT PCR રિપોર્ટ વગર આવતા ખાનગી બસચાલકો અને પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. આ અંગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર કેતન પટેલે ETV BHARATને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રથી ગુજરાત થઈને રાજસ્થાન જતી ખાનગી બસોમાં ડ્રાઇવર, ક્લિનર અને તમામ પ્રવાસીઓનો નેગેટિવ RT PCR રિપોર્ટ હોય તો જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેનો RT PCR રિપોર્ટ નથી, તેને પોલીસની મદદથી પરત મોકલવામાં આવે છે.

ખાનગી બસમાં આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન

આ પણ વાંચો - રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર RT-PCR ટેસ્ટ ફરજિયાત

બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભિલાડ પોલીસ મથકના PSI ભગવતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ સરકારના આદેશ બાદ બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના ખાનગી લક્ઝરી બસના ડ્રાઇવર-ક્લીનર અને પ્રવાસીઓ પાસે RTPCR રિપોર્ટ હોતો નથી. એટલે એમને પરત મોકલવામાં આવે છે અને RTPCR રિપોર્ટ લઈને આવવાનું જણાવવામાં આવે છે. જેને લઈને અહીં લક્ઝરી બસનો જમાવડો થઈ રહ્યો છે. જે ટ્રાફિકમાં અડચણ ન થાય તે મુજબ ક્લિયર કરવામાં આવે છે.

RT PCR રિપોર્ટ
પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા RT PCR રિપોર્ટ વગર ગુજરાતમાં આવતા લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે

આ પણ વાંચો - કપરાડા-રાજબારી બોર્ડર પર એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ જ અપાઇ રહ્યો છે પ્રવેશ

તમામ પ્રવાસીઓ માટે RTPCR રિપોર્ટ ફરજિયાત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર ગુજરાત સરહદ પર આવેલી ભિલાડ ચેકપોસ્ટ ખાતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતી તમામ કાર, બસમાં પ્રવાસીઓનો RT PCR રિપોર્ટ ચેક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે. એ જ રીતે મહારાષ્ટ્ર જતી બસમાં પણ 30 પ્રવાસીઓની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાથી મોટાભાગની ખાનગી બસમાં 30થી વધુ પ્રવાસીઓ હોય તેમને પણ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને બન્ને રાજ્ય સરકારના RT PCR સહિતના વિવિધ નિયમોના આદેશ બાદ હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે.

RT PCR રિપોર્ટ
ભિલાડ ચેકપોસ્ટ ખાતેથી પ્રવાસીઓને પરત મોકલાયા

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.