ETV Bharat / state

વાપી નગરપાલિકા દ્વારા 30 લાખના ખર્ચે 3065 કુતરાઓનું કરાયું ખસીકરણ - Gujarat News

28મી સપ્ટેમ્બરે હડકવાની રસીના શોધકર્તા ડૉ. લુઈ પાશ્ચરનું મૃત્યુ થયું હતું. જેના મૃત્યુની તારીખે સમગ્ર વિશ્વમાં હડકવા દિવસ મનાવવામાં આવે છે. હડકવા અનેક પાલતું પ્રાણી કે જંગલી પ્રાણીના કરડવાથી થાય છે પરંતુ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મોટેભાગે હડકવા શેરીઓમાં રખડતા કુતરાઓના બચકા ભરવાથી થાય છે. જેનાથી શહેરીજનોને બચાવવા કુતરાઓની સંખ્યામાં ઘટાડો કરવો અનિવાર્ય છે. જે માટે વાપી નગરપાલિકાએ પાછલા પાંચ વર્ષમાં 30 લાખનો ખર્ચ કરી 3065 જેટલા કુતરાઓનું ખસીકરણ કર્યું છે.

Latest news of Valsad
Latest news of Valsad
author img

By

Published : Sep 29, 2021, 3:34 PM IST

  • વાપી નગરપાલિકાએ કુતરાઓના ખસીકરણ માટે ખર્ચ્યા 30 લાખ
  • 3065 કુતરાઓનું કરાયું ખસીકરણ
  • વાપીમાં 10 હજાર કેટલા રખડતા કુતરાઓ છે

વલસાડ: વાપી નગરપાલિકાએ કૂતરાઓના ખસીકરણ માટે વર્ષ 2015 થી વર્ષ 2020 સુધીમાં 10 લાખનો ખર્ચ કર્યો છે. આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે વધુ વિગતો આપી હતી કે, વાપી વિસ્તારમાં અંદાજિત 10 હજાર જેટલા કુતરાઓ છે. આ રખડતા કુતરાઓ અનેકવાર શહેરીજનોને બચકા ભરે છે. જેની વસ્તી નિયંત્રણમાં લાવવી જરૂરી છે. જે માટે વર્ષ 2015 થી 2020 દરમિયાન 10 લાખના ખર્ચે 1176 કુતરાઓનું ખસીકરણ કરવામા આવ્યું છે. વર્ષ 2021માં 1889 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જે માટે 30 લાખનો ખર્ચ નગરપાલિકાએ કર્યો છે.

વાપી નગરપાલિકા દ્વારા 30 લાખના ખર્ચે 3065 કુતરાઓનું કરાયું ખસીકરણ

આ પણ વાંચો: શ્વાનનું ખસીકરણ કરતી એજન્સીને એનિમલ વેલ્ફેર બોર્ડે ફટકારી નોટિસ

આરોગ્ય કેન્દ્ર પર દિવસના પાંચથી પચ્ચીસ લોકો રસી મૂકવા આવે છે

વાપી નગરપાલિકા વિસ્તારના ગીતાનગર, ઇમરાનનગર, ડુંગરા, છીરી વિસ્તારમાંથી સૌથી વધુ કૂતરા કરડવાના કેસ વાપીના ચલા આરોગ્ય કેન્દ્ર ખાતે આવે છે. એ જ રીતે કબ્રસ્તાન રોડ, ચણોદ, ચલા, બલીઠા, છરવાડા, નામધા ચંડોળ સહીતના વિસ્તારમાં પણ કૂતરાઓનો આતંક છે. ચલા આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ રોજના પાંચેક અને ક્યારેક તો પચ્ચીસેક જેટલા વ્યક્તિઓને પોસ્ટ બાઈટ રેબિઝ વેક્સિન મુકવામાં આવે છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ખસીકરણ પ્રક્રિયા દરમિયાન વાનમાં વધારે શ્વાન ભરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ

કૂતરાઓને પ્રિ રેબિઝ વેક્સિન અપાવવા પાલિકા પહેલ કરે તે જરૂરી

સમગ્ર મામલે વધુ વિગત મેળવતા જાણવા મળ્યું હતુ કે, પાલિકા વિસ્તારમાં કૂતરાઓનો આતંક ચરમસીમાએ છે. લોકો કૂતરાઓના ડરને કારણે રાત્રે બહાર નિકળતા કે મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરતા પણ ડરતા હોય છે. તો કેટલાકને તેમના પાલતું કુતરાઓ જ બચકા ભરી લે છે. એટલે કુતરાઓના આતંકને ઓછો કરવા પાલિકાએ કરેલી ખસીકરણની ઝુંબેશ સાથે દરેક પાલતું અને શેરીઓના રખડતા કૂતરાઓને પ્રિ રેબિઝ વેક્સિન અપાવવા અંગે શહેરીજનોમાં જાગૃતિ લાવવાની પહેલ કરે તે પણ એટલુ જ જરૂરી છે.

  • ભાવનગરમાં શ્વાનની વધેલી સંખ્યા બાદ ABC પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો અને ખાનગી કંપનીને પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરીએ જીવદયાપ્રેમીઓએ શ્વાનની વાન પકડાવી અને નિયમ ભંગ અંગે ફરિયાદ દાખલ કર્યા બાદ કેન્દ્ર એનિમલ વેલ્ફેર બોર્ડનો લેટર મનપાને આપતા હાહાકાર મચ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.