- વલસાડ સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે
- 4 દિવસના બાળકને ઉઠાવી જનારી મહિલાની અટકાયત
- બાળકને કાંચની પેટીમાં રાખવાનું કહી અજાણી મહિલા બાળક લઈને થઈ હતી ફરાર
- સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સલામતી અંગે ઉઠ્યા પ્રશ્નો
વલસાડઃ સિવિલ હોસ્પિટલમાંથી 4 દિવસના બાળકની ચોરી થતા તંત્ર દોડતું થયું હતું. બાળકને કાંચની પેટીમાં રાખવાનું જણાવ્યું એક અજાણી મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ આ વાતની જાણ થતા હોસ્પિટલમાં દોડધામ મચી હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ મહિલાને શોધીને તેની અટકાયત (Detention of a woman who theft baby) કરી હતી. જ્યારે પોલીસે બાળક અને માતાનો ભેટો કરાવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અહીં સીસીટીવી ફૂટેજ તપાસી 5 કલાકની મહેનત પછી બાળકને ઉઠાવી જનારી મહિલાની અટકાયત (Detention of a woman who theft baby) કરી હતી. પોતાના 4 દિવસના માસુમ બાળકની ચોરી (Theft of children to the hospital ) થતા બાળકના માતાપિતાના જીવ પણ તાળવે ચોંટ્યા હતા.
આ પણ વાંચો- Theft in Navsari: નજર હટી દુર્ઘટના ઘટી, લગ્નમાં નાચતી મહિલાની 8 લાખ રૂપિયાના દાગીના ભરેલી બેગ લઈ ચોર ફરાર
પ્રાથમિક તપાસ માટે સીસીટીવી ફૂટેજની કરાઈ ચકાસણી
જોકે, પ્રાથમિક તપાસમાં જ પોલીસ અને હોસ્પિટલ તંત્રએ હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ તપાસમાં બાળકની ઉઠાંતરી કરી (Child theft from Valsad Civil Hospital) અને એક મહિલા હોસ્પિટલમાંથી બહાર નીકળતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આથી પોલીસે તે મહિલાને શોધવા વલસાડ શહેર અને સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી હતી અને આખરે 5 કલાકની મહેનત પછી પોલીસે મહિલાની અટકાયત (Detention of a woman who theft baby) કરી હતી.
4 દિવસના બાળકને રસી આપવાનું બહાનું બતાવી માતા પાસે બાળક લઈ ગઈ
બોઈસરના તારાપુરની નિશા ચૌહાણ નામની એક મહિલાને પ્રસૂતિ માટે સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલ ગાયનેક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. 4 દિવસ અગાઉ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બાળક સાથે મહિલા હોસ્પિટલમાં દાખલ હતી. એ વખતે જ એક અજાણી મહિલા આ ગાયનેક વોર્ડમાં આવી અને બાળકની માતા નિશા ચૌહાણ પાસેથી બાળકને રસી અપાવવાનું બહાનું બતાવી અને લઈ ગઈ હતી. જોકે, પ્રથમ વખત બાળકના પિતા પણ તે મહિલાની સાથે ગયા હતા. આથી રસી અપાવ્યા બાદ બાળકને તરત પાછી લાવી હતી.
કાચની પેટીમાં બાળક મુકવાનું કહી બીજી વખતમાં ઉઠાંતરી કરી
જોકે, ત્યારબાદ મહિલા અને તેનો પતિ જમવા બેસતા ફરી અનિતાબેન નામની મહિલાએ બાળકને કાચની પેટીમાં મૂકવાનું બહાનું બતાવી અને બાળકને લઈને નીકળી હતી, પરંતુ બાળકને તે કાચની પેટીમાં રાખવાની જગ્યાએ બાળકની ઉઠાંતરી કરી (Child theft from Valsad Civil Hospital) અને હોસ્પિટલમાંથી જ ફરાર થઈ ગઈ હતી. આની જાણ થતાં જ બાળકના માતાપિતાએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી. અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. આરોપી અનિતાબેન કોસમ કૂવાની રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
સમગ્ર ઘટનામા સિવિલ હોસ્પિટલની બેદરકારી હોવાનું બહાર આવ્યું
આ ઘટનામાં વલસાડ સિવિલ હોસ્પિટલની બેદરકારી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના બાળકોની સલામતી માટે રખાયેલી સુરક્ષાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આમ, સિવિલના ગાયનેક વોર્ડમાં પણ અજાણી મહિલાઓને અજાણ્યા વ્યક્તિઓ આંટાફેરા મારતા હોવાનું બહાર આવતા વલસાડ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દાખવવામાં આવતી બેદરકારી પણ બહાર આવી છે. જોકે, અત્યારે તો પોલીસે બાળકને ઉઠાવી અને ફરાર થઈ ગયેલી મહિલાને ઝડપી તેની પૂછપરછ હાથ ધરી છે. સાથે જ મહિલા બાળકને ક્યાં લઈ જવાની હતી. શા માટે ઉઠાંતરી કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.