ETV Bharat / state

વલસાડમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

author img

By

Published : Jan 26, 2021, 8:17 PM IST

વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં 11 મા રાષ્‍ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
  • વલસાડમાં રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
  • જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં ઉજવણી કરવામાં આવી
  • વર્ષ 2011થી 25મી જાન્‍યુઆરીના રોજ ઉજવાય છે રાષ્‍ટ્રીય મતદાતાદિવસ

વલસાડઃ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલની અધ્‍યક્ષતામાં 11 મા રાષ્‍ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. 11 માં મતદાર દિવસની ઉજવણીની થીમ આ વર્ષે સશકત મતદાર-સક્ષમ મતદાર-સમર્થ મતદાર જવાબદાર મતદાર છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે, વિવેકબુધ્‍ધિથી કોઇ પણ જાતના ભય, લોભ, લાલચ વિના પોતાના મતાધિકાર ઉપયોગ કરે તે જરૂરી છે. જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિધ્‍ધ થયાં છે, એવા યુવા મતદારોને શુભેચ્‍છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતના લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાની સહયોગ આપવા જણાવ્યું હતું. મતદાર મજબૂત હશે તો રાષ્‍ટ્ર અને લોકતંત્ર મજબૂત બનશે અને મજબૂત લોકતંત્ર હશે તો મજબૂત રાષ્‍ટ્રનું નિર્માણ કરી શકાશે. 1950ના દિવસે ભારતના ચૂંટણીપંચની સ્‍થાપના થઇ હતી અને તેની યાદગીરી રૂપે વર્ષ 2011 થી 25મી જાન્‍યુઆરીના રોજ રાષ્‍ટ્રીય મતદાતાદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરાઈ

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. http://nvsp.in, voterportal.eci.gov.in તથા VOTER HELPLINE મોબાઇલ એપ્‍લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે, એસ.એસ.આર. 21 દરમિયાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમણે ફોર્મ નં.6 સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્‍ટર કરાવેલ હશે, તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્‍કટોપ ઉપર nvsp પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ તકે નવા મતદારોના મોબાઈલમાં ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરાવવામાં આવ્‍યાં હતા. ઉપસ્‍થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ
જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ

નાયબ ચૂંટણી અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારી દિપક ચૌધરી, મામલતદાર સાગર, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, સ્‍ટેટ આઇકોન ગણેશ મુહુડકર સહિત એનસીસી, એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ પ્રોફેસરો ઉપસ્‍થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.