ETV Bharat / state

વલસાડના નંદીગામ ગ્રામ પંચાયત દ્વારા રિયલ એસ્ટેટ કંપનીને બાંધકામ મુદ્દે નોટિસ અપાઇ - Real estate company

વલસાડના નંદીગામ પંચાયત દ્વારા નંદીગામ રિયલ એસ્ટેટ કંપનીને બાંધકામના સાધનિક પુરાવા રજૂ કરવા નોટિસ મોકલવામાં આવી છે.

Company
Company
author img

By

Published : Oct 14, 2020, 8:17 PM IST

ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નંદીગામ ગામે નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા નંદીગામ રિયલ એસ્ટેટ કંપનીને બાંધકામના સાધનિક પુરાવા રજૂ કરવા પંચાયતે નોટિસ મોકલી છે. આ કંપની અરુણાબેન બાબુલાલ વર્મા અને ગૌરવભાઈ બાબુલાલ વર્માની અધિકૃત ભાગીદારીથી ચાલતી કંપની છે. જે આ પહેલા પણ વિવાદમાંં આવી ચૂકી છે.

V af lsad
નંદીગ્રામ ગ્રામ પંચાયત દ્વારા રીયલ એસ્ટેટ કંપની ને નોટીસ

ઉમરગામ પંથક ઔદ્યોગિક વસાહતમાં મોટા પ્રમાણમાં થતા ટ્રાન્સપોર્ટેશનને ધ્યાને રાખી વેર હાઉસનું નિર્માણ કરવા નદીગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં નંદીગામ રિયલ એસ્ટેટ કંપની દ્વારા સર્વે નંબર 313, 255, 300, 254, 253, 245, 303, 291,27,272, 305વાળી જમીનમાં ઔદ્યોગિક હેતુ માટે શેડ તથા કંપનીનું હાલ બાંધકામ ચાલુ છે. જે અંગે અગાઉ પણ નંદીગામ પંચાયત દ્વારા નંદીગ્રામ રીયલ એસ્ટેટ કંપનીમાં થયેલા બાંધકામ અંગે સાધનિક પુરાવા રજૂ કરવા લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ નોટિસ પાઠવી હતી.

ત્યારબાદ મેસર્સ નંદીગામ રિયલ એસ્ટેટ કંપનીના બંને ભાગીદારો દ્વારા કોઈપણ જાતના પોતાની કંપનીમાં થયેલા બાંધકામ અંગે પુરાવા રજૂ કર્યા ન હતા. તેથી ગ્રામ પંચાયતે ફરી નોટિસ પાઠવી છે. પંચાયતે કંપનીને નોટિસ પાઠવી બિનખેતીના હુકમો, પ્લાન માપણી સીટ અને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ પરવાનગીની નકલ દિન-7માં નંદીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે લઇ રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે.

કંપનીના ભાગીદારો દ્વારા ગ્રામ પંચાયતને જો કોઈ પ્રત્યત્તર આપવામાં નહીં તો નંદીગામ રિયલ એસ્ટેટ કંપની વિરુદ્ધ પંચાયતી ધારા હેઠળ 104 મુજબ કાયદેસરની કાર્યવાહી કરશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.