ETV Bharat / state

પારડીમાં હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો - police

વલસાડઃ પારડીના ઉમરસાડીની પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે મળી જુના પ્રેમીને ગળા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

sf
author img

By

Published : Jul 6, 2019, 2:25 AM IST

ગત જૂન માસમાં પારડીના ઉમરસાડી વિસ્તારમાં આવેલી જરુ બેન દલાલની વાડીમાંથી એક યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરાયેલી બિનવારસી લાશ મળી આવી હતી. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવાન કોણ છે અને તેની હત્યા કોણે કરી આ બંને દિશામાં તપાસ શરૂ કરી હતી. તેમ છતાં પણ આ હત્યા કરનાર અને હત્યામાં મરણ જનાર બંને સુધી પોલીસ પહોંચી શકી ન હતી.

પારડીમાં હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો

ત્યાર બાદ સમગ્ર તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી શરૂ કરવામાં આવતા મળેલી બાતમીના આધારે તપાસ કરતા બહાર આવ્યું કે આ ઘટનામાં મોતને ભેટેલો યુવક શિવ શંકર ઉર્ફે શિવાનું મોત નીપજ્યું છે. જોકે તેની હત્યાનું કારણ પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. શિવ શંકર કેટરસના ધંધામાં કામ કરતો હતો અને એની સાથે જ સહકર્મી તરીકે કામ કરતી ઉમરસાડીની ગીતાબેન નાયકા નામની મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો, પરંતુ કેટલાક સમય સુધી ચાલેલા આ પ્રેમ સંબંધ બાદ ગીતાબેને તેની સાથે સંબંધો કાપી નાખી વાતચીત બંધ કરી હતી. કારણ કે ગીતાબેનને કેટરસમાં કામ કરતા કિશન મારવાડી નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ્યારે, બીજી તરફ શિવ શંકર ગીતાબેનને સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો જેનાથી તંગ આવી જઈને ગીતાબેને તેના પ્રેમી કિશન મારવાડી સાથે મળીને શિવ શંકરને પારડી સ્ટેશન ખાતે મળવા બોલાવી જરુ બેન દલાલની વાડીમાં લઇ જઇ શરીરના અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો પડદો ઉંચકાઈ જતા પોલીસે હાલ ગીતાબેન નાયકાની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સુત્રધાર કિસાન મારવાડી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો છે. જેની શોધખોળ ચાલી રહી છે.

Intro:પારડીના ઉમરસાડીની પ્રેમિકાએ તેના નવા પ્રેમી સાથે મળી જુના પ્રેમીને બોલાવી ગળા અને શરીરના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો જોકે જૂનો પ્રેમી તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું પણ મહિલાએ પોલીસ સમક્ષ કબુલ્યું હતુંBody:ગત જૂન માસમાં પારડીના ઉમરસાડી વિસ્તારમાં આવેલી જરુ બેન દલાલની વાડીમાંથી એક યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરાયેલી બિનવારસી લાશ મળી આવી હતી જોકે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ને મૃતક યુવાન કોણ છે અને તેની હત્યા કોણે કરી આ બંને દિશામાં તપાસ શરૂ કરી હતી તેમ છતાં પણ આ હત્યા કરનાર અને હત્યામાં મરણ જનાર બંને સુધી પોલીસ પહોંચી શકી ન હતી જે બાદ સમગ્ર તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિવિધ ટીમો બનાવી શરૂ કરવામાં આવતા મળેલી બાતમીના આધારે તપાસ કરતા બહાર આવ્યું કે આ ઘટનામાં મોતને ભેટેલો યુવક શિવ શંકર ઉર્ફે શિવો વિશ્વકર્મા રહેવાસી અતુલ નું મોત નીપજ્યું છે Conclusion:
જે ની હત્યા નું કારણ પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું શિવ શંકર રૂઠે શીવો એ કેટરર્સ ના ધંધામાં કામ કરતો હતો અને એની સાથે જ સહકર્મી તરીકે કામ કરતી ઉમરસાડી ની ગીતાબેન નાયકા નામની મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો પરંતુ કેટલાક સમય સુધી ચાલેલા આ પ્રેમ સંબંધ બાદ ગીતાબેન અને તેની સાથે સંબંધો કાપી નાખી વાતચીત બંધ કરી નાખી હતી તેની પાછળનું કારણ હતું કે ગીતાબેન ને કેટરર્સ માં કામ કરતા કિશન મારવાડી નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જ્યારે બીજી તરફ શિવ શંકર ગીતાબેન ને સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો જેનાથી તંગ આવી જઈ ને ગીતાબેન એ તેના પ્રેમી કિસાન મારવાડી સાથે મળીને શિવ શંકરને પારડી સ્ટેશન ખાતે મળવા બોલાવી જરુ બેન દલાલની વાડીમાં લઇ જાય શરીરના અને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી યમસદન પહોંચાડી દીધો હતો અને બંને ત્યાંથી રવાના થઈ ગયા હતા જોકે આ સમગ્ર ઘટના નો પડદો ઉચકાઈ હતા પોલીસે હાલ ગીતાબેન નાયકા ની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સુત્રધાર એવા કિસાન મારવાડી પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો છે જેની શોધખોળ ચાલી રહી છે

બાઈટ 1 એન એમ ચાવડા ડી વાય એસ પી વલસાડ સીટી પોલીસ સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.