વાપી: લોકડાઉન હેઠળ શરૂ કરાયેલી વતન વાપસીની પ્રક્રિયામાં ત્રણ દિવસમાં વાપીમાંથી 15000 ફોર્મ ભરાયા છે. વાપી અને તેની આજુબાજુના ગામોમાં રહેતા અને વાપીની કંપનીમાં કામ કરતા તથા હાલમાં કામધંધા વિના બેકાર બનેલા 15 હજારથી વધુ પરપ્રાંતીયોએ આ ફોર્મ ભર્યા છે.
વાપી તથા તેની આજુબાજુની ઉદ્યોગ વસાહતમાં કામ કરતા તથા કેટલાક છૂટક મજૂરી કરનારા પરપ્રાંતીયો હાલમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન વાપીમાં ફસાઈ ગયા છે અને કેટલાકની પાસે હવે કામ પણ રહ્યું નથી. જેને પગલે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઉતરાખંડ, હરિયાણા જેવા પ્રદેશના લોકો તેમના વતન જવા માટે પગપાળા જ નીકળી પડ્યા છે.
આ તમામને રાજ્યો અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી વ્યવસ્થાને આધારે વતન મોકલવામાં આવશે તેમ મામલતદાર કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.